સોશિયલ ડિસ્ટન્સ જાળવ્યું હોય ત્યારે કોરોના સંક્રમિત થવાની કોઇ શકયતા ન હોવાથી માસ્ક પહેવું જરૂરી નથી
કોરોના વાયરસને અટકાવવા વિશ્વ આરોગ્ય સંસ્થા દ્વારા જાહેર કરેલી માર્ગ દર્શિકાના બાદ કેન્દ્ર સરકાર દ્વારા સોશ્યલ ડીસ્ટન્સ જાળવવા અને શ્વાસોશ્વાસથી કોરોના મહામારી વકરતી હોવાથી માસ્ક પહેરવું ફરજીયાત બનાવવામાં આવ્યા બાદ સેલ્ફ ડ્રાઇવીંગ અને સાઇકલીંગ કરનાર સંક્રમિત થઇ શકે તેમ ન હોવાથી તેઓએ માસ્ક પહેરવું ફરજીયાત ન હોવાનું કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના વરિષ્ટ અધિકારી રાજેશ ભૂષણે પત્રકાર પરિષદમા જણાવ્યું છે.
કોરોના અંગે માહિતી આપતા આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેસ ભૂષણને સેલ્ફ ડ્રાઇવીંગ અને સાઇકલીંગ સમયે માસ્ક પહેરવું જરૂરી છે કે કેમ તે અંગે પત્રકારો દ્વારા પુછાયેલા પ્રશ્નના જવાબમાં તેઓએ સંક્રમિત થઇ શકે તેવા સ્થળે માસ્ક પહેરવું જરૂરી ગણાવ્યું છે. કાર પોતાની જાતે જ ડ્રાઇવ કરતો હોય ત્યાર તેની સાથે કોઇ વ્યક્તિ ન હોવાથી તે સંક્રમિત કંઇ રીતે થઇ શકે તેમજ સાઇકલ પણ એક જ વ્યક્તિ ચલાવતો હોય ત્યારે તેને શ્વાસોશ્વાસથી કોરોના થવાની શકયતા ન હોવાથી માસ્ક પહેવું જરૂરી ન હોવાનું ગણાવવામાં આવ્યું છે.
જો કે આ અંગે કેન્દ્રના આરોગ્ય મંત્રાલય દ્વારા આવી કોઇ માર્ગ દર્શિકા જાહેર કરી નથી પરંતુ એકલા જ કાર ચલાવતા હોય કે સાઇકલ ચલાવતા હોય ત્યારે માસ્ક પહેરવા અંગે કોઇ ભલામણ પણ કરવામાં આવી ન હોવાનું જણાવવામાં આવ્યું છે.
ગૃપમાં સાઇકલ ચલાવતા હોય, સમુહમાં કસરત કરતા હોય ત્યારે શ્વાસોશ્વાસ દ્વારા કોરોના વાયરસથી સંક્રમિત થવાની શકયતા વધુ હોવાથી તેઓએ માસ્ક પહેવુ જરૂરી ગણાવી આરોગ્ય મંત્રાલયના સચિવ રાજેશ ભૂષણે કાર સેલ્ફ ડ્રાઇવ કરતા હોય ત્યારે અને એક જ વ્યક્તિ સાઇકલીંગ કરતા હોય ત્યારે તેઓએ માસ્ક પહેવા જરૂરી ન હોવાનું સ્પષ્ટ કરી આરોગ્ય મંત્રાલય દ્વારા તેઓએ માસ્ક પહેવું ફરજીયાત હોય તેવું જાહેર પણ કર્યુ ન હોવાથી તેઓએ માસ્ક પહેવામાંથી આપો આપ મુક્તિ મળી ગઇ છે.
સમુહમાં કસરત કરી વખતે અને કારમાં એકથી વધુ વ્યક્તિ મુસાફરી કરતા હોય ત્યારે તેઓએ સામાજીક અંતર જાળવવું જરૂરી અને માસ્ક પહેવું ફરજીયાત હોવાનું કેન્દ્રના આરોગ્ય સચિવ રાજેશ ભૂષણે જણાવ્યું છે.
કોરોના વાયરસને અટકાવવા કેન્દ્રીય આરોગ્ય વિભાગ દ્વારા લેવાયેલા નિર્ણયમાં માસ્ક પહેરવું ફરજીયાત બનાવ્યું હોવાથી માસ્ક અંગેના દંડ વસુલ કરવાનું પોલીસ દ્વારા તગડી રકમનો દંડ વસુલ કરવામાં આવી રહ્યો છે ત્યારે સેફ ડ્રાઇવીંગ અને સાઇકલીંગ દરમિયાન માસ્ક પહેરવામાંથી મૂક્તિ મળી છે. અત્યાર સુધીમાં માસ્ક વિના નીકળેલા સેલ્ફ કાર ચાલકો અને સાઇકલીંગ કરનારાઓએ દંડ ભર્યો છે. તેઓને હવે રાહત મળી રહેશે જો કે જયાં સમુહ હશે ત્યારે માસ્ક પહેવું ફરજીયાત ઉપરાંત તેઓ પાસેથી દંડ પણ વસુલ કરવામાં આવશે તેમ સુત્રો દ્વારા જણાવવામાં આવ્યું છે.