સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવાસમાજ ટ્રસ્ટ રાજકોટના સ્થાપક તેમજ સરસ્વતી શિશુમંદિરના પૂર્વ ચેરમેન સ્વ. પ્રવીણભાઈ મણીઆરની ૮૬મી જન્મજયંતિ નિમિત્તે  સરસ્વતી વિદ્યામંદિર સંકુલની રાજકોટ – જસદણ સ્થિત ચારેય શાળાઓમાં પ્રવીણકાકાના જન્મજયંતિની ઉજવણી લોકસેવા સ્મૃતિ દિવસ તરીકે કરી આયુર્વેદિક ઉકાળા વિતરણ તા. ૧ સપ્ટેમ્બરથી ૩ સપ્ટેમ્બર ત્રિદિવસીય વિતરણ કરાશે. આ ઉપરાંત રાજકોટની રણછોડનગરમાં આવેલી સરસ્વતી શિશુમંદિરમાં માસ્ક વિતરણ તેમજ જસદણની સરસ્વતી શિશુમંદિરમાં વૃક્ષારોપણ કરવામાં આવશે.

આ તકે સ્વ. પ્રવીણકાકાના પુત્ર અને સરસ્વતી શિશુમંદિર સંસ્થાના વર્તમાન ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યુ હતું કે, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના એક કાર્યકર તરીકે પ્રવીણકાકાએ પૂર, અછત, દુષ્કાળ, ધરતીકંપ, વાવાઝોડુ, પ્લેગ જેવી કુદરતી આફતો વખતે અડિખમ ઉભા રહી અદ્વિતીય સમાજ સેવા કરી છે. ત્યારે વર્તમાન પરિસ્થિતિને અનુરૂપ સરકારી આયુર્વેદિક હોસ્પિટલના સહયોગથી આરોગ્યવર્ધક ઉકાળા ત્રણ દિવસ સુધી શાળાઓમાંથી વિતરણ કરવામાં આવશે આ ઉપરાંત વીવીપી પરિવાર દ્વારા વૃધ્ધાશ્રમ, પાંજરાપોળમાં અનુદાન, દર્દી નારાયણ, દરિદ્ર નારાયણ, પશુ-પક્ષી નારાયણની સેવા દ્વારા સેવા દિનની ઉજવણી કરવામાં આવશે.

આ અવસરે સંસ્થાના ચેરમેન અપૂર્વભાઈ મણીઆર, રેસકોર્સ પાર્કના આગેવાન જયંતીભાઈ પરસાણા, ભારત વિકાસ પરિષદના ભૂપેનભાઈ ડોબરિયા,  સ્ત્રીસશક્તિકરણ પ્રવૃત્તિઓના યુવા મહિલા આગેવાન કુ. મીનળબા ગોહિલ, સરસ્વતી શિશુમંદિર સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી ડો. બળવંતભાઈ જાની, સંસ્થાના કો. ઓર્ડિનેટર ટ્રસ્ટી અનિલભાઈ કિંગર વગેરે મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.