કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. પબજી સહિત 118 ચાઈનીઝ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકી દીધો છે. ઇલેક્ટ્રોનિક્સ અને માહિતી ટેકનોલોજી મંત્રાલયે સેક્શન 69 એ હેઠળ આ મોબાઇલ એપ્સ પર પ્રતિબંધ મૂકવાનો નિર્ણય લેવાયો છે.
અનેક ફરિયાદો મળ્યા બાદ મંત્રાલયે પ્રતિબંધ મૂકવાનો આ નિર્ણય લીધો છે. આ એપ્સ રાષ્ટ્રીય સુરક્ષા માટે ખતરો છે તેવું જાણવામાં આવ્યું છે.
નોંધનીય છે કે, ભારત સરકારે અગાઉ પણ તબક્કાવાર ચાઈનીઝ એપ્લિકેશન ઉપર પ્રતિબંધ મુખ્ય હતા. ચીન સાથે બગડતા સબંધો અને દેશની સુરક્ષા ઉપર ખતરાના કારણે આ એપ્લીકેશન બંધ કરવામાં આવે છે.