સૌરાષ્ટ્રમાં વધતા જતા કોરોના કેસને ધ્યાને લઇ બેડ અને વેન્ટિલેટરની સુવિધા વધારવા અગ્ર સચિવ જ્યંતિ રવિએ જહેરાત કરી હતી

સિવિલ હોસ્પિટલની કોવિડ બિલ્ડીંગમાં કોરોનાના કારણે દર્દીઓનું ટપોટપ મોત થવા લાગતા રાજ્યના આરોગ્ય સચિવ જયંતિ રવિ અને અમદાવાદના ૧૦ નિષ્ણાતો તબીબોની ટિમ રાજકોટ દોડી આવી હતી. આરોગ્યની ટિમ ૧૦ દિવસનું  ટૂંકું  રોકાણ કરી કોરોનાગ્રસ્ત દર્દીઓની સારવારનો અનુભવ તેમજ પ્રોટોકોલ અંગે કોવિડ બિલ્ડિંગના તબીબોની મુલાકાત લીધી હતી. બેડની સંખ્યા વધારવા અને નવા ૧૦૦ વેન્ટિલેટર ફાળવવામાં આવશે તેવી અગ્ર સચિવ જયંતિ રવિએ પત્રકાર પરિષદમાં જાહેરાત કરી હતી.

ગાંધીનગરના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અગ્ર સચિવ જયંતિ રવિની જાહેરાત બાદ કોરોના વાયરસની કપરી પરિસ્થિતિમાં પહોંચી વળવા માટે  ભેલ કંપનીના માન્ય વેન્ટિલેટર આરોગ્ય વિભાગ દ્વારા ફાળવણી કરવામાં આવી હતી. કોવિડ બિલ્ડીંગ ખાતે ત્રણ આઇસર ગાડીમાં સુરતથી ૫૦, ગાંધીનગર મેડિકલ કોલજથી ૩૦, વડનગર થી ૨૦ વેન્ટિલેટર મળી કુલ ૧૦૦ વેન્ટિલેટર આવી પહોંચ્યા હતા. ટુક સમયમાં જ આ તમામ વેન્ટિલેટરનું કોવિડ બિલ્ડિંગમાં ઇન્સ્ટોલેશનની કામગીરી શરૂ કરી દેવામાં આવશે. કોરોનાથી મૃત્યુ પામતા દર્દીને બચાવવા માટે ૧૦૦ વેન્ટિલેટર ઉપયોગી બની રહેશે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.