ખીમરાણા, નારણપર, કાનાલુસ, લાલપુર, કલાવડ, ખાનકોટડામાં જુગારના દરોડા: સાતેક લાખનો મુદ્દામાલ કબ્જે
જામનગરના ખીમરાણા તથા નારણપર ગામમાં ગઈકાલે પોલીસે દરોડા પાડી બાર શખ્સોને તીનપત્તી રમતા પકડયા છે જયારે કાનાલુસમાં એક ઓરડીમાં જામેલો જુગાર એલસીબીએ પકડી પાડયો છે ત્યાંથી નવ શખ્સ ઝબ્બે થયા છે લાલપુરમાંથી પાંચ પત્તાપ્રેમી અને કાલાવડ શહેર અને ખાનકોટડામાંથી પણ છ પન્ટર ઝડપાઈ ગયા છે. કુલ રૂ. સાતેક લાખનો મુદ્દામાલ કબ્જે થયો છે.
જામનગર તાલુકાના ખીમરાણા ગામમાં ગઈકાલે બપોરે કેટલાક શખ્સો જાહેરમાં એકઠાં થઈ ગંજીપાના વડે જુગાર રમતા હોવાની બાતમી મળતા પંચકોશી એ ડિવિઝનના પી.એસ.આઈ. ડી.પી. ચુડાસમાના માર્ગદર્શન હેઠળ સ્ટાફે દરોડો પાડયો હતો. જેમાં પ્રદ્યુમનસિંહ ઉમેદસિંહ જાડેજા, જેન્તિભાઈ હિરજીભાઈ ધારવીયા, હિતેન્દ્રસિંહ હેમંતસિંહ ચુડાસમા, રામદેવસિંહ જોરુભા જાડેજા, ભરતસિંહ પ્રભાતસિંહ જાડેજા, દેવેન્દ્રસિંહ ઉમેદસિંહ જાડેજા નામના છ શખ્સ તીનપત્તી રમતા ઝડપાઈ ગયા હતાં.
પોલીસે પટ્ટમાંથી રૂ.૧૦૩૯૦ રોકડા કબ્જે કરી જુગારધારાની કલમ ૧૨ હેઠળ ગુન્હો નોંધ્યો છે. જામનગર તાલુકાના નારણપર ગામથી આગળ આવેલી ફૌજી હોટલ સામે ખડખડની ગોલાઈથી ઓળખાતી જગ્યામાં ગઈકાલે સાંજે જાહેરમાં ગંજીપાના વડે રોનપોલીસ રમતા ધીરજલાલ ગોકળભાઈ ગંઢા, ભૂપતભાઈ ભાઈલાલ ચાંદ્રા, જયેશ જેન્તિભાઈ ફલીયા, કાનજીભાઈ મનસુખભાઈ ચાંદ્રા, ધનસુખભાઈ જીવાભાઈ ચાંદ્રા, રાજેશ વલ્લભભાઈ લખીયર નામના છ શખ્સો પકડાઈ ગયા હતાં. પંચકોશી બી ડિવિઝન પોલીસે પટ્ટમાંથી રૂ. ૧૬૯૪૦ ની રોકડ કબ્જે કરી છે.
લાલપુર તાલુકાના કાનાલુસ ગામમાં શિવશકિત હોટલ પાછળ આવેલી જાલમસંગ રાજેન્દ્રભાઈ પુરબીયાની ઓરડીમાં જુગાર જામ્યો હોવાની બાતમી એલસીબીને મળતા પીઆઈ એમ.જે.જલુની સૂચનાથી પીએસઆઈ કે.કે.ગોહિલના વડપણ હેઠળ એલસીબી સ્ટાફે દરોડો પાડતા જાલમસંગ નાલ ઉઘરાવી જુગાર રમાડતો મળી આવ્યો હતો. તેને નાલ આપી ગંજીપાના કુટતા કૌશલ લાલજીભાઈ દોઢીયા, ભરત દોલુભાઈ ચાવડા, ગાજણભાઈ માંડણભાઈ ગઢવી, કાનાભાઈ વિઠલભાઈ પટેલ, ધરણાંત નાથાભાઈ આહિર, શૈલેષ જીવણભાઈ કુબેર, જીતુભા મહોબતસંગ જાડેજા, કમલેશ નારણદાસ તન્ના નામના આઠ શખ્સ મળી આવ્યા હતાં. પટ્ટમાંથી રૃા. ૧૧૬૦૦૦ રોકડા, એક મોબાઈલ અને એક મોટર મળી કુલ રૃા.૬૬૬૫૦૦ નો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે નવેય આરોપીઓ સામે જુગારધારાની કલમ ૪,૫ હેઠળ કાર્યવાહી થઈ છે.
કાલાવડના સરદાર પાર્કમાં ગઈકાલે રાત્રે જાહેરમાં રોનપોલીસ રમતા મનિષ કમલેશભાઈ પટેલ, અશ્વિન બટુકભાઈ પટેલ, પિયુષ કરશનભાઈ પટેલ નામના ત્રણ શખ્સ પોલીસના દરોડામાં ઝડપાયા છે. રૃા. ૧૭૭૪૦ કબ્જે કરાયા છે.
કાલાવડ તાલુકાના ખાનકોટડા ગામમાં ગઈકાલે બપોરે ગંજીપાનાથી જુગાર રમતા વસતાભાઈ કારાભાઈ ભરવાડ, રતાભાઈ મોતીભાઈ સોલંકી, શંકરભાઈ દિનેશભાઈ સોલંકી નામના ત્રણ શખ્સે પોલીસે રૃા. ૨૫૫૦ સાથે પકડી લીધા છે.
લાલપુર શહેરની પ્રગટેશ્વર સોસાયટીમાં ગઈરાત્રે જુગાર રમાતો હોવાની બાતમી પરથી રાત્રે સાડા બાર વાગ્યે પોલીસે ગોવિંદભાઈ કારાભાઈની દુકાન નજીક દરોડો પાડતા ત્યાં જાહેરમાં ગંજીપાનાથી જુગાર રમતા ગોવિંદભાઈ કારાભાઈ આહિર, અસલમ નુરમામદ શેઠા, ચનાભાઈ ડોસાભાઈ રબારી, કકનભાઈ ડોસાભાઈ રબારી, નાથાભાઈ રાજાભાઈ કોડિયાતર રૂ. ૭૬૪૫ રોકડા સાથે પકડાઈ ગયા હતાં.