બે સેશનમાં પાંચજિલ્લાના ૬૫ કેન્દ્રોમાં લેવાયેલી પરીક્ષામાં ૧૪૦૧૯ વિદ્યાર્થીઓમાંથી ૪૨૨ ગેરહાજર
ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોરોના સામેની તકેદારી સાથે ગાાઇકાલે બીજાા તબક્કામાં શરૂ થયેલ સેેમ ૬ ની બી.એ., બી. એ. હોોમ સાયન્સ, બી.કોમ. બી.બી. એ., બી. આર. એસ., બી. એસ. ડબલ્યુ., એલ. એલ. બી. સેમ ૪, ડી.એમ. એલ. ટી., સહીતની પરીક્ષાના દ્વિતીય તબક્કાના પ્રથમ દિવસે ૧૧ કોપી કેસ નોંધાયા હતા. બે સેશનમાં કુલ પાંચ જિલ્લાના ૬૫ કેન્દ્રો પર લેવાયેલ પરીક્ષામાં કુલ ૧૪૦૧૯ વિદ્યાર્થીઓ માંથી ૪૨૨ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા, અને કુલ ૧૧ કોપી કેસ કરવામાં આવ્યા હતા. જેમા જૂનાગઢમાં ૬, તથા માણાવદરમાં ૩ તથા કોડીનારમાં ૨, કોપી કેસ કરવામાં આવ્યા હતા. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદીના જણાવ્યા અનુસાર પરીક્ષાના વિવિધ કેન્દ્રો પર સ્ક્વોડ દ્વારા તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી મોનીટરીંગ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રોનું ઝીણવટપુર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.