ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય મુકત વિશ્ર્વ વિઘાલય સેન્ટ્રલ યુનિવર્સિટીના જુલાઇ-૨૦૨૦ થી શરુ થતાં સત્ર માટે તમામ પ્રકારના પ્રવેશ માટે તેમજ આગળના વર્ષના રી-રજીસ્ટ્રેશન ઓન લાઇન કરવાની પ્રક્રિયા તા. ૧૫-૯-૨૦ સુધી લંબાવામાં આવી છે.જેઓ ઓનલાઇન પ્રક્રિયામાં ન જઇ શકે તેઓ પ્રવેશ પત્ર સાથે જરુરી પ્રમાણપત્રો તથા ફી ડીમાન્ડ ડ્રાફટ ઇગ્યુ રાજકોટનો જોડી રીજયોનલ સેન્ટરને ટપાલથી મોકલી શકે છે.
અનુસુચિત જાતિ તથા અનુસુચિત જનજાતિને ફીમાં મુકિત આપવામાં આવી છે. વધુ વિગત માટે ફોન નં. ૦૨૮૧ ૨૫૭૨૯૮૮ અથવા વેબસાઇડ પર સપર્ંક કરવા એક યાદીમાં જણાવાયું છે.