ભાજપના પ્રદેશ પ્રમુખે રાજકોટમાં કોરોના ફેલાવ્યા નું પુરવાર:વિપક્ષ આકરા પાણીએ
ગુજરાત ભાજપના પ્રમુખે કોરોના ફેલાવ્યો તેની સાબિતી માટે ઘણાબધા નામો છે પરંતુ રાજકોટના જ સંસદ સભ્ય અને ધારાસભ્યને કોરોના થયો તે તેના પુરાવા છે.તેવો આક્ષેપ કોંગ્રેસ ના કોર્પોરેટરો લગાવ્યો છે .
વિરોધપક્ષના નેતા વશરામભાઈ સાગઠીયા, ગુજરાત મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, ઉપનેતા મનસુખભાઈ કાલરીયા, દંડક અતુલભાઈ રાજાણીએ વધુમાં જણાવ્યું છે કે,હાલ કોવીડ-૧૯ ની ગંભીર પરિસ્થિતિઓ દેશમાં પ્રવર્તી રહી છે ત્યારે ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા જે રીતે ગેરકાયદેસર રીતે કોવીડ-૧૯ના તમામ નીતિ-નિયમોનો ખુલ્લેઆમ ઉલ્લંધન કર્યું, કલમ ૧૪૪નો પણ સરાજાહેર ભંગ કર્યો, તેમજ અમારા કહેવા મુજબ કોરોના નું સંક્રમણ પણ ફેલાવ્યું છે.જે અંગે કોંગ્રેસ દ્રારા મુખ્યમંત્રી થી લઇ કલેકટર, રાજકોટ, જુનાગઢ, ગીરસોમનાથ, તેમજ એસ.પી.શ્રી રાજકોટ, જુનાગઢ, અને ગીર સોમનાથ, તેમજ પોલીસ કમિશ્નર અને મ્યુનિસિપલ કમિશ્નર, રાજકોટ અને જુનાગઢનાઓને લેખિતમાં ફરિયાદ આપેલ હતી પરંતુ ભાજપની સરકાર હોય ત્યારે ભાજપના જ ગુજરાતના નંબર-૧ કાર્યકર કહેવાતા સી.આર.પાટીલ વિરુદ્ધ આજદિન સુધી ફરિયાદ દાખલ કરવામાં આવેલ નથી અમારી ફરિયાદમાં જણાવવામાં આવેલ હતું કે સી.આર.પાટીલ દ્વારા જે સૌરાષ્ટ્રમાં શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું તેના અનુસંધાને આખા સૌરાષ્ટ્રમાં કોરોના મહામારીના કેસો વધશે અને તે છેલ્લા ૨૧/૦૮/૨૦૨૦ થી આજદિન સુધીમાં રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાં ખુબ જ વધી ગયો છે જેનું સમગ્ર રાજકોટ અને ગુજરાતની પ્રજા જાણે જ છે અમારા કહેવા મુજબ જ સી.આર.પાટીલની રેલીમાં જોડાયેલા ભાજપના નેતાઓ જેવા કે સંસદ સભ્યશ્રી અભયભાઈ ભારદ્વાજ હોય કે ધારાસભ્ય હોય કે ભાજપ પ્રમુખો કે હોદ્દેદારો હોય એ તમામને આ રેલી બાદ કોરોના પોઝીટીવ આવેલ છે તે જ શાબિત થાય છે કે સૌરાષ્ટ્રમાં કોરોના મહામારી ફેલાવવામાં જો કોઈનો હાથ હોય તો ભાજપના પ્રમુખ સી.આર.પાટીલ અને ભાજપના હોદ્દેદારો છે.
કોગ્રેસ ની તમામ રજુઆતો બાદ ગુજરાતના મુખ્યમંત્રી એ રાજકોટને કોરોનાથી બચાવવા માટેનો એક્શન પ્લાન ઘડ્યો તે બદલ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીનો રાજકોટની જનતા વતી વશરામભાઈ સાગઠીયા એ આભાર માન્યો છે અને અમારા પત્રોથી એ તો શાબિત થાય છે કે રાજકોટનું આરોગ્ય તંત્ર અને રાજકોટ મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશ્નર સદંતર નિષ્ફળ ગયા છે તેની હવે મોડીમોડી પણ મુખ્યમંત્રીને ખબર પડી જેથી હવે રાજકોટની પ્રજા કદાચ કોરોના મહામારીથી કદાચ બચી શકશે તેવી શક્યતાઓ ખરી ?…