ઔદ્યોગિક એકમોને ‘જેટસ્પીડ’ આપવા પાણીદાર સરકારની દમદાર નીતિથી વ્યવસાયિકો ખુશખુશાલ
કોઇ ઇમારત બનાવવી હોય તો તેને મજબૂત બનાવવા માટે ઇંટ સૌથી મહત્તવની હોય છે. તેવી જ રીતે જો કોઇ રાજયની આર્થિક વ્યવસ્થાના બિલ્ડિંગને સજજડ અને મજબૂત બનાવવું હોય તો તેના પાયાના પથ્થર એવી ઔદ્યોગિક ગતિવિધિને સમયસર પાણી પી પૂરતી સુવિધા અને તેની ઝીણવટભરી ખેવના કરવી અત્યંત જરી બની જાય છે. ગુજરાતના ઔદ્યોગિક એકમો અને તેમાં પણ ખાસ કરીને એમએસએમઇ (લઘુ, નાના અને મધ્યમ ઉદ્યોગો)મોટી સંખ્યામાં કાર્યરત હોવાથી રાજય સરકારે ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ પોલીસી-૨૦૨૦માં તેના ઉપર વધુ ધ્યાન કેન્દ્રીત કરી તેને પૂરપાટ ઝડપે દોડવા કરવા માટે અનેક મહત્તવના અને ચાવીપ પગલાં ઉઠાવ્યા છે. સરકારના આ પગલાંથી બહુ ટૂંકા સમયગાળામાં રાજયની ધોરીનસ એવા નાના, લધુ-મધ્યમ ઉદ્યોગો જેટસ્પીડે કાર્યરત થઇ જશે તેવો આશાવાદ રાજકોટ જિલ્લા ભાજપ ઉદ્યોગ સેલના ક્ધવીનર દીપક મદલાણીએ વ્યકત કર્યો છે.
દીપક મદલાણીએ જણાવ્યું હતું કે, તાજેતરમાં જ સરકારે ગુજરાત ઇન્ડરસ્ટ્રીયલ પોલીસી-૨૦૨૦ બનાવી છે અને તેમાં આ ક્ષેત્રને વધુ મજબૂત અને વેગવંતુ બનાવવા માટે અનેક પગલાંની જાહેરાત કરી છે. આ પગલાંઓમાં નાના-લધુ અને મધ્યમ ઉદ્યોગોને પાત્ર ધિરાણની રકમના ૨૫ ટકા સુધીની અને મહતમ પિયા ૩૫ લાખ સુધીની કેપિટલ સબસીડી આપવા, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ પિયા ૧૦ કરોડથી વધી હોય તો તે ઓદ્યોગિક એકમને પિયા ૧૦ લાખની વધારાની કેપિટલ સબસીડી આપવા, આ ઉદ્યોગોને સાત વર્ષ સુધી પ્રતિ વર્ષ ટર્મ લોન પર લાગતાં વ્યાજના દરના ૭ ટકા સુધી અને મહતમ પિયા ૩૫ લાખ સુધીના વ્યાજ સબસીડી આપવા, ૩૫ વર્ષથી નાના યુવા ઉદ્યોગ સાહસિકોને લોન મંજૂર થયાના દિવસે ૧ ટકા વધારાની વ્યાજ સબસીડી આપવા સહિતના નિર્ણયો સમાવિષ્ટ છે.
વધુમાં જણાવ્યું હતું કે ૧૫ ઓગસ્ટના રાષ્ટ્રજોગા સંબોધન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા દેશના દરેક જિલ્લાઓને નિકાસ ક્ષેત્રે વિકસાવવા કરેલી જાહેરાત બાદ સૌરાષ્ટ્રના સાંસદ મોહનભાઇ કુંડારિયા અને રાજયસભાના સાંસદ તેમજ અગ્રણી એડવોકેટ અભય ભારદ્વાજે રાજકોટ-સૌરાષ્ટ્રને દેશનું પ્રથમ એકસપોર્ટ હબ બનાવવા માટે મહેનત શ કરી દીધી છે. આ બન્ને દિગ્ગજ નેતાઓએ પ્રોજેકટ અંતર્ગત હાલ કઇ કઇ વસ્તુઓનું ઉત્પાદન સૌરાષ્ટ્ર રાજકોટમાં થાય છે તેનો સર્વે કરવા ઉપરાંત અહીં કઇ કઇ વસ્તુ ઉત્પાદિત થઇ શકે તેમ છે. તેની જાણકારી મેળવવા માટે પણ ટીમે કામે લગાડી દીધી છે. આ ઉપરાંત રાજકોટ-સૌરાષ્ટ્રના ઉદ્યોગકારોની ચિંતા કરતાં તેમની તકલીફોને જાણવા માટેનો સર્વે કરવા કમિટીની રચના કરવાની કવાયત શ કરી દેવામાં આવી છે. તેમ અંતમા દિપક મદલાણીએ જણાવ્યું છે.