ઓટલા પરિષદ અંતર્ગત અમે એવી ચર્ચા લાવીશું કે જે દરેક ઓટલે ચર્ચાય છે પરંતુ લોક સમક્ષ આપતું નથી ત્યારે અમે લાવીશું આપના આંગણે ઓટલા પરીષદ.
વિડીયો શેરીંગ એપ થ્રુુ જે લોકો નાના-નાના વિડીયો બનાવવાના શોખીન છે તેવા લોકો માટે અબતક લાવી રહ્યું છે ફિલ્મોત્સવમાં શોર્ટ ફિલ્મ કોમ્પીટીશન . જેમાં બેસ્ટ એન્ટ્રીને સર્ટીફીકેટ, ઈનામ, શિલ્ડ અને રોકડ રકમથી નવાજવામાં આવશે.
આપણા ગુજરાતી ગીતો, ભજન, ગઝલ, લોકગીત ગાયકી ક્ષેત્ર પાંગરતી પ્રતિભાઓને ‘અબતક’ આપી રહ્યું છે સુરનાદ પ્લેટફોર્મ
ખરા અર્થમાં જે કર્મયોગી છે જે વ્યકિતએ પોતાના જીવન દરમિયાન શ્રેષ્ઠ કાર્યો કર્યા હોય તેવા કર્મયોગીઓને લાવીશું આપની સમક્ષ. સમાજના એવા લોકોનો પરિચય કરાવીશું જેઓ સમાજ માટે કંઈક કરી છુટવાની ભાવના ધરાવે છે. જેઓને જાણી તમે પણ થશો અચંબિત …!!
પ્રજાના રક્ષકોની જાણી અજાણી વાતો, સાથે તેમના જીવનના પડકારો. જીવનની મુશ્કેલીઓનો સામનો કરી પોતાના સ્વપ્ન સુધી પહોંચી લોકોની પડખે ઉભા રહેનાર લોકપ્રતિનિધિઓ, લોક સેવકો, સરકારી અધિકારીઓ, પદાધિકારીઓને નજીકથી જાણી શકશો અમારા કાર્યક્રમ લોકરાજના પ્રહરીમાં…
ભાતીગળ લોક સંસ્કૃતિ અને લોક સાહિત્યને ઉજાગર કરતા ‘કુંભ’ સમાન, કલાકારોની આગવી પ્રસ્તુતી એટલે કલાકુંભ
વહેલી સવારની આરતીનો ઝણકાર એટલે ઝાલરનો ઝણકાર. આ કાર્યક્રમમાં અમો નામી અનામી મંદિરની ઓળખ, વિશેષતાને કરીશું પ્રસ્તુત.
વહેલી સવારની ઝાલરનો અવાજ તન, મનમાં તાજગી ભરી દે છે તેવા જ તાજગીભર્યા કાર્યક્રમમાં આપ માણી શકશો પ્રાચીન મંદિરો, ધાર્મિક સ્થળોનો અદભુત ઈતિહાસ.
શું ‘વેલ્થ’થી મોટુ ‘હેલ્થ’ ?
કહેવાય છે કે ‘પહેલુ સુખ તે જાતે નર્યા’ અબતક લાવ્યું છે.
હેલ્થને ઉજાગર કરી આપને હેલ્ધી બનાવવા માટે ‘હેલ્થ વેલ્થ’ કાર્યક્રમ જેમાં નિષ્ણાંત ડોકટરો સ્વાસ્થ્યને સ્વસ્થ બનાવવા માટેની સરળ શૈલી જણાવશે.
ડિલીશીયસ રસથાળ:-
૩૨ જાતના ભોજનો એટલે ગુજ્જુ થાળી, અને આ જ ૩૨ જાતના ભોજનો માયલા વ્યંજનો લઈ અમે આપને પીરસશું સ્વાદિષ્ટ વાનગીઓ. આ વાનગીઓ ઘરે બેઠા બનાવી શકો તેવી રેસીપીનો રસથાળ એટલે ડિલીસીયશ રસથાળ.
‘અબતક’ના આંગણે આવીને કલાકારો દ્વારા રજુ થતો તાજગી ભરેલો અને મોજીલો કાર્યક્રમ એટલે ‘ચાલને જીવી લઈએ’
આપણા શરીએ ગલીએ નામી-અનામી હાસ્ય કલાકારોને સાથે સેન્સ ઓફ હયુમરવાળી ઉગતી પ્રતિભાઓની જમાવટ એટલે ગતકડાની જમાવટ. જેમાં તાજા ફુલ સમાન મહેકતી હાસ્યની ફોરમ સાથેની ઉગતી પ્રતિભાની હરીફાઈ.
ઘણા બધા સમાચારો સેન્સર્ડ થઈ જાય છે અને એવા સમાચારો કે જે તમને ભાર ઉપજાવે છે તેવા ભારે સમાચારોને હળવા સ્વરૂપમાં, એ પણ સેન્સર્ડ થયા વગર, અલગ રીતે સેન્સ ઓફ હયુમર અને રમુજ સાથે પ્રસ્તુત થતા સમાચારો એટલે ‘મનુ મોજીલો’ જેમાં સ્ટેન્ડઅપ કોમેડિયન હિરેન ત્રિવેદી અલગ રીતે મનુની મોજ કરાવશે.
ગામડાના ચોકમાં લોકમુખે અને લોક વચ્ચે પ્રસિઘ્ધ થયેલી વાર્તાનો ગુલદસ્તો એટલે લોકવાર્તા. આવી જ આપણી ભાતીગળ અને સમાજને સંદેશો આપતી વાર્તાઓ અલગ અલગ શૈલીથી રજુ કરી પ્રેક્ષકોને રસપ્રચુર કરતી વાર્તાઓની સફર.
ઢોલીવુડના એવરગ્રીન અને તાજા તાજા ગુજરાતી ગીતોની જમાવટ એટલે ગુંજાવલી જેમાં અમે ગુજરાતી ફિલ્મોના ગવાયેલા ચુનીંદા ગીતો રજુ થશે.
તંદુરસ્ત રહેવા માટે ભોજનની સાથે સ્વાદ હોવો પણ જરૂરી છે. અમો શેરી ગલીના ચટાકેદાર છતા હાઈજૈનિક અને હેલ્ધી ફુડ સાથે રચપ્રચુર શેરી-ગલીના વ્યંજન આપના ડાયનીંગ ટેબલ સુધી લઈ આવીશું. ચશ્કાની મોજ કાર્યક્રમ અંતર્ગત.
અબતક લાવ્યું છે ઘર અને રોજગારને પ્રજવલીત કરવા વાસ્તુ અંગે સાચો વરતારો લઈને અને તમારા કિસ્મતને ચમકાવવા માટે અમો વાસ્તુ નિષ્ણાંત મેહુલ સોલંકીને લઈ વાસ્તુને લગતી સાચી સમજ આપના સુધી પહોંચાડવાનો કાર્યક્રમ એટલે કિસ્મતનો ચમકારો.
સમગ્ર સપ્તાહનું રાશી ભવિષ્ય મેળવો અબતક પર આપના જીવનને રોજબરોજ અસર કરે તેને લઈ સાપ્તાહિક ભવિષ્ય દર સોમવારે શાસ્ત્રી રાકેશ મહારાજને સંગ
આ કાર્યક્રમ અંતર્ગત કરીશું અનેક વિરલ વિભુતીઓ સાથે સાંપ્રદ પરિસ્થિતિને લઈ વાતચીત કરી માહિતીઓ મેળવવામાં આવશે.
એક ખાતાકીય અમલદારોના અમલો. ૩૩ વર્ષની કારકિર્દીનો નીચોડ વેદના સંવેદના.
સુમધુર પ્રભાતિયાથી સવાર સુમધુર બની જાય છે. પરોઢની પ્રભુ ભકિતથી લોકોમાં થાય છે નવી ઉર્જાનો સંચાર તો સુમધુર સંગીતના સથવારે પ્રભુ ભકિતના પ્રભાતિયા માણવા આવી રહ્યો છે ભકિત સંગીતનો કાર્યક્રમ એટલે ‘સોનાનો સુરજ’…
નવલી નવાઈ
આ કાર્યક્રમમાં અને કલાકારોનાં નવા ગીતો સાથો સાથ અનેક જાણવા જેવી સ્પીચ પણ પ્રસારિત કરીશું.
અબતક સમી સાંજ
કવિતા, ગઝલ અને મુકતકની સાંજ એટલે ‘અબતક સમી સાંજે’ જેમાં આપ સમક્ષ લાવીશું કવિઓને કે જે પોતાની કલાપી આપને કરશે તરબોળ તો કવિ પ્રતિભાને કરશે ઉજાગર ‘અબતક સમી સાંજ…’
મોજીલા ગુજજુસ
ઢોલીવુડ જેમના થકી ધમ ધમે છે તેવા આપણા ગુજરાતી કલાકારો સાથેની રોમાંચક ગપશપનો કાર્યક્રમ એટલે મોજીલા ગુજજુસ
અબતક ચેનલ પર :
- ઇન કેબલ ૫૬૧
- ડેન નેટવર્ક ૫૬૭
- સેવન સ્ટાર- મુંબઇ ૫૪૦
- રીયલ જીટીપીએલ-સુરત ૯૮૩ અને ૩૫૦
Gmail : [email protected]
Instagram : abtak.media
FB Page : @abtakmedia
વધુ માહિતી માટે સંપર્ક કરો:- ૬૩૫૫૨૧૭૯૨૧