ભૂમાફિયાઓ સામે કડક પગલા લેવા માટે લેન્ડ ગ્રેબિંગ પ્રોહિબીશન એક્ટને મુખ્યપ્રધાનના અધ્યક્ષ સ્થાને મળેલ કેબિનેટ બેઠકમાં મંજુરી આપી દેવામાં આવી છે. ભૂમાફિયાઓની દાદાગીરીને રોકવા માટે અને લોકોને ન્યાય મળે એ માટે કેબિનેટે કાયદાને મંજુરી આપવામાં આવી છે. જમીનની લે-વેચ સાથે સંકળાયેલા કેટલાક તત્ત્વો તેમજ વ્યક્તિગત રીતે તેમાં હિત ધરાવતા તત્ત્વો પર પરિસ્થિતિનો લાભ લઈ અને રાતો રાત આર્થિક ઉર્પાજન કરી લેવાના બદ ઈરાદા સાથે ગેરકાયદે પ્રવૃત્તિ હાથ ધરતા હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક સત્તા મંડળની માલિકીની જમીનો બળજબરીથી ગુનાહિત ધાક ધમકીથી કે છેતરપિંડીથી ગેરકાયદે કબજો જમાવીને જમીન પચાવી પાડવામાં આવતી હોવાનું સરકારની નજરમાં આવતા તેને કડક હાથે ડામી દેવા માટે રાજ્ય સરકારે મોટો નિર્ણય કર્યો છે. જેમાં જમીનો પચાવવાના કિસ્સામાં કેસ દાખલ થયાના જ છ મહિનામાં કોર્ટ દ્વારા ફેંસલો અને ગુનેગારને ૧૪ વર્ષ સુધીની જેલ તેમજ જમીનની જંત્રી જેટલો દંડ વસુલવા જેવા આકરી સજા અને દંડનની જોગવાઈ કરવામાં આવેલ છે. જેથી ગુજરાતમાં ભૂમાફિયાઓ ઉપર સીંકજો કસવામાં આ કડક કાયદો મદદપ થશે. આ કાયદા અન્વયે રાજ્ય સરકાર કેસોની ઝડપી સુનવણી માટે દરેક વિશેષ અદાલતમાં એક સરકારી વકીલની નિમણૂક કરશે. ગુજરાતમાં લેન્ડ ગ્રેબિંગ કાયદાને જામનગર મહાનગરપાલિકાના મેયર, ડે.મેયર, ચેરમેન સ્ટે.કમિટી, નેતા શાસકપક્ષ, દંડક શાસકપક્ષ દ્વારા આવકાર આપવામાં આવ્યો છે.
જામનગર: લેન્ડ ગ્રેબિંગ કાયદાને મનપાના હોદ્દેદારોએ આવકાર્યો
Previous Articleધરતી પુત્રોનો એક જ સુર ‘મેઘરાજા ખમૈયા કરો’
Next Article આ તે જામનગર છે કે ખાડાનગર?