તા.૨૯ના રાત્રી દરમિયાન પીએલએએ લખણ ઝળકાવ્યા
પેંગોંગ ખીણ વિસ્તારમાંથી લોકોને સલામત સ્થળે ખસેડાયા
ગલવાન બાદ લદાખમાં ભારત અને ચીનના સૈનિકો વચ્ચે વધુ એક વખત ઝપાઝપી જેવી સ્થિતિ થઈ હતી. પૂર્વીય લદાખના પેંગોંગ વિસ્તારમાં તા.૨૯/૩૦ના રાત્રી દરમિયાન ૫૦૦ ચીની સૈનિકોએ ઘૂષણ ખોરી કરવાની કોશિષ કરી સ્થિતિ બગાડવાની કોશિષ કરી હતી બંને સૈનિકો આમને સામને આવી ગયા હતા.
ચીનની પીપલ્સ લીબરેશન આર્મીના સૈનિકોએ પેંગોંગ વિસ્તારમાં ઘૂસણખોરી કરવાની કોશિષ કરી હતી પણ ભારતીય જવાનોએ તેને નિષ્ફળ બનાવી હતી. લાઈફ ઓફ એકસ્યુઅલ કંટ્રોલ પર ચીની સૈનિકોની આ ઘૂસણખોરીનાં પ્રયાસ બાદ આ વિસ્તારમાં સ્થિતિ વધુ તંગ થઈ હોવાનું જણાવ્યું છે. મર્યાદિત યુધ્ધની પણ ચર્ચા થઈ રહી છે.
સંરક્ષણ મંત્રાલયના સૂત્રોએ જણાવ્યા મુજબ તા.૨૯/૩૦ ઓગષ્ટ રાત્રી દરમિયાન ચીની સેનાએ પૂર્વી લદાખમાં ઘુસણખોરીનો પ્રયાસ કર્યો હતો. છેલ્લે યોજાયેલી બંને દેશોની સેનાઓ વચ્ચેની બેઠકમાં જે નકકી થયું હતુ તે નિર્ણયને તોડવાની ચીની સૈનિકોએ કોશિષ કરી હતી આ પ્રયાસનાં પગલે લદાખ બોર્ડર પર ફરી સુરક્ષા વધારવામાં આવી છે. હાલ જો કે બંને દેશોના બ્રિગેડ કમાન્ડરો કક્ષાની વાતચીત થઈ રહી છે. અને સ્થિતિને કાબુમાં રાખવા પ્રયત્નો થઈ રહ્યા છે.
તમને એ જણાવીએ કે મે માસથી બંને દેશો વચ્ચે તંગ સ્થિતિ પ્રવર્તી રહી છે. આ વચ્ચે ૧૪ જૂનના રોજ બંને દેશોની સેના વચ્ચે ઝપાઝપી થઈ હતી આ ઝપાઝપીમાં ભારતનાં ૨૦ જવાનો શહીદ થયા હતા. ત્યારબાદ ભારતે આ સરહદ પર વધુ સૈનિકો મૂકયા છે. અને ચીન દ્વારા થઈ રહી દરેક હિલચાલ પર કડક નજર રાખવામાં આવી રહી છે.
લદાખ સરહદે તંગદિલીથી શ્રીનગર-લેહ હાઈવે બંધ
ચીને ફરી લદાખ સરહદે ઘુસણખોરીની કોશિષ કરી અને ભારતીય સેનાએ તેને નિષ્ફળ બનાવ્યા બાદ આ વિસ્તારમાં સ્થિતિ વધુ તંગ બની છે. આવા સંજોગોમા ંશ્રીનગર લેહ હાઈવે સામાન્ય નાગરીકો માટે બંધ કરવામાં આવ્યો છે. આ હાઈવેનો ઉપયાગે અત્યારે લશ્કરના વાહનો જ કરી શકશે.
લદાખ બોર્ડર પર તંગ સ્થિતિને ધ્યાને લઈ સોમવારે સવારે શ્રીનગર લેહ હાઈવે સામાન્ય વાહનો માટે બંધ કરાયો છે. આ હાઈવે પર હાલ લશ્કર તથા લશ્કરી વાહનોનાં ઉપયોગને છૂટ અપાઈ છે. આ ઉપરાંત પેંગોંગ ખીણ વિસ્તારમા અને આસપાસ જે લોકો વસે છે. તેમને ત્યાંથી સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે.