મવડી નગર પંચાયતના પૂર્વ પ્રમુખ અને આહિર સમાજના અગ્રણી અને દાતા બાબુભાઇ રામસુરભાઇ વાંકે ૪૫૦ થી ૫૦૦ દિકરીઓના સર્વજ્ઞાતી સમુહલગ્ન પણ કરાવ્યા હતા
મવડી નગર પંચાયતના પૂર્વ પ્રમુખ અને કોંગ્રેસ આહિર સમાજના અગ્રણી અને દાતા બાબુભાઇ રામસુરભાઇ વાંક (ઉ.વ.૬૫) તે વોર્ડ નં.૧ર ના કોર્પોરેટર વિજયભાઇ વાંક, અજીતભાઇ તથા વિક્રમભાઇના પિતા તથા જીલુભાઇના ભાઇનું તા. ૩૦ ના રોજ અવસાન પામ્યા છે.
બાબુભાઇ ૧૯૯૭માં મવડી પંચાયતના કોંગ્રેસની ટિકીટ પર ચૂંટણી લડયા હતા અને ઉપપ્રમુખ પણ બન્યા હતા. બાબુભાઇ મવડી પાલિકામાં સભ્ય તથા પ્રમુખપદે સેવા આપતા હતા. મવડી પંચાયતના મહાપાલિકામાં ભળી એ પૂર્વેના મવડીના છેલ્લા પ્રમુખ હતા. બાબુભાઇ દ્વારા વિવિધ સેવા પ્રવૃતિ હાથ ધરવામાં આવતી હતી. તેમના દ્વારા ખાસ કરીને ગાયોની સેવા અને આહીર સમાજની સેવા મહત્વની છે. તેમના દ્વારા ૧પ૦ ફુટ રીંગ રોડ પર લાંબા સમયથી ક્રિષ્ના ગૌશાળા ચલાવવામાં આવે છે. તેમણે અત્યાર સુધીમાં મા-બાપ વિનાની ૪૫૦ થી ૫૦૦ દિકરીઓના સર્વજ્ઞાતિ સમુહલગ્ન પણ કરાવ્યા હતા. આ ઉ૫રાંત વિશ્ર્વેશ્ર્વર મહાદેવ મંદિરે સાંજના સમયે અન્નક્ષેત્ર પણ ચલાવ્યા હતા. આહીર સમાજના વિવિધ સેવા કાર્યોમાં પણ તેમણે ઘણું યોગદાન આપ્યું હતું.
બાબુભાઇના પુત્ર વિજયભાઇ વાંક ૨૦૧૫ થી શહેરના (વોર્ડ નં.૧૨ ના કોંગ્રેસના કોપોરેટર તરીકે ચૂંટાઇ આવ્યા હતા. વિજયભાઇ પણ વોર્ડ નં.૧ર ઉપરાંત આહીર સમાજ સહીત વિવિધ સેવા પ્રવૃતિ સાથે સંકળાયેલા છે. વર્તમાન કોરોનાની સ્થિતિને ઘ્યાનમાં લઇ માત્ર ટેલીફોનીક બેસણું રાખેલ છે. જીલુભાઇ રામસુરભાઇ વાંક મો. નં. ૯૬૫૧૫ ૬૯૬૭૯, વિજયભાઇ વાંક મો. નં. ૯૮૨૪૫ ૮૦૯૮૦ તથા અજીતભાઇ બાબુભાઇ વાંકનો મો. નં. ૯૨૪૧ ૮૦૮૦૯ છે.