તાજેતરમાં થયેલ બે જ્ઞાતિ વચ્ચે અથડામણના બનાવો બાદ લેવાયો નિર્ણય
સુરેન્દ્રનગર જિલ્લામાં બે જ્ઞાતિ વચ્ચેની વેરની આગના લીધે સમગ્ર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળી હતી. ત્યારે વધુ ઘર્ષણ ન થાય તે માટે જિલ્લા વહિવટી તંત્રે લોકમેળાઓ યોજવાનો નિર્ણય કર્યો છે. ત્યારે જન્માષ્ટમી પર્વે યોજાતી શોભાયાત્રા પર પણ પ્રતિબંધ લાદી દીધો છે.
સુરેન્દ્રનગર જિલ્લાના લોકો દરેક તહેવાર ભારે ઉમંગ અને ઉત્સાહથી ઉજવે છે. તેમાં પણ જિલ્લામાં દર વર્ષે જન્માષ્ટમી પર્વે યોજાતા લોકમેળા તો લોકોની ધડકન સમાન છે. ત્યારે વર્ષે તંત્ર દ્વારા લોકમેળા ન યોજવાનો નિર્ણય કરાયો હતો. લોકમેળા યોજવાના નિર્ણય બાદ તંત્રે વધુ એક કઠોર નિર્ણય કર્યો છે. જેમાં જન્માષ્ટમી પર્વે સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લાભરમાં યોજાતી શોભાયાત્રા પર પણ પ્રતિબંધ લાદી દીધો છે. જિલ્લા કલેકટર ઉદીત અગ્રવાલ દ્વારા પોલીસ વડા દિપકકુમાર મેઘાણીના અભિપ્રાયને ધ્યાને લઇ પોતાને મળેલી સત્તાની રૂએ ઝાલાવાડમાં વર્ષે જન્માષ્ટમી શોભાયાત્રા પર પ્રતિબંધ મૂકયો છે. ઉપરાંત જિલ્લાના તમામ પ્રાંત અધિકારી અને મામલતદારોને પરિપત્ર કરીને જણાવાયુ છે કે, લોકમેળા અને શોભાયાત્રા સમયે ધ્રાંગધ્રા સિટી, ધ્રાંગધ્રા તાલુકા અને ખાસ કરીને વઢવાણ બી ડીવીઝન વિસ્તારમાં બે જ્ઞાતી વચ્ચે ઘર્ષણ થવાની શકયતા છે. જેના લીધે મેળો અને માણવા આવેલા નિર્દોષ લોકોને પણ ઇજા થવાની શકયતાઓ રહેલી છે. આથી તાજેતરમાં જિલ્લામાં બનેલ બનાવો અને કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિની ધ્યાને રાખીને જિલ્લા કલેક્ટર ઉદીત અગ્રવાલ દ્વારા લોકમેળા અને શોભાયાત્રાની મંજૂરી નઆપવા તમામ પ્રાંત અધિકારી અને મામલતદારને તાકિદ કરાઇ છે.