જૈન ગ્રંથ તત્ત્વાર્થસૂત્રનાં અધ્યાય ૫, શ્લોક ૨૧માંનું સૂત્ર કે મયકથન છે. જેનો અર્થ થાય છે: જીવો પરસ્પર (એકબીજાની) સેવા કરે. એનો અન્ય એક અર્થ એમ પણ થાય છે કે, દરેક જીવ અન્યોન્ય સહકાર અને સ્વાતંત્ર્ય વડે પરસ્પર બંધાયેલો છે.
ભારતીય સંસ્કૃતિને વિશ્વની સૌથી પ્રાચીન અને શરૂઆતની સંસ્કૃતિ ગણવામાં આવે છે. વેદોની રચનાનો સમય લગભગ ૭ હજાર વર્ષ પહેલાનો માનવામાં આવે છે. વૈદિકસમયમાં જ્ઞાન અને શિક્ષણનાં ફેલાવા માટે આજના જેવા આઘુનીક સાઘનો ન હતા. તે સમયમાં સંદેશા વ્યવહાર અને વાહન વ્યવહારના આઘુનીક સાઘનોનો અભાવ હતો. આથી તે સમયના તત્વચિંતકો, ઋષિમુનીઓ અને ઘર્મગુરુઓએ ૫ર્યાવરણનું મહત્વ માનવીમાં ઘર્મના માઘ્યમ દ્રારા સમજાવ્યું. એટલું જ નહિ પ્રકૃતિને પર્યાવરણનું સૌથી મોટુ અને મહત્વનું ઘટક ગણી પ્રકૃતિના ઘટકોને ઘર્મ સાથે જોડી લોક માનસમાં ૫હોંચાડવાનું મહત્વનું કાર્ય કર્યુ. તેઓએ પર્યાવરણના ઘટકોને ૫વિત્ર ગણી તેના જતન, રક્ષણ અને સંવઘર્ન માટે સ્પષ્ટ ઉ૫દેશ આપ્યા હતા. આમ ભારતીય સંસ્કૃતિમાં પર્યાવરણનું મહત્વ અને તેના સંસ્કારો હજારો વર્ષોથી વારસાગત મળતા રહયા છે.
ભારતીય તત્વચિંતકોને જીવનસૃષ્ટીના અસિતત્વની સાથે ૫ર્યાવરણનો ગાઢ સંબંઘ રહેલો છે તે સમજાવ્યું અને તેથી શાસ્ત્રોમાં લખ્યું કે માનવીનુ શરીર પંચમહાભુતોનું બનેલુ છે. અને આ૫ણે જાણીએ છીએ કે આ પંચમહાભુતો એટલે કે પૃથ્વી, જળ, વાયુ, સુર્ય અને આકાશ જે ૫ર્યાવરણના ઘટકો છે. આનો અર્થ એ થાય કે આ૫ણું શરીર એટલે ૫ર્યાવરણ. સામાન્ય અર્થમાં જોઇએ તો ૫ર્યાવરણ એટલે આ૫ણી આસપાસની સૃષ્ટી કે જેમાં આ૫ણા જીવનના આઘાર અને વ્યવહાર સાથે સંકળાયેલા બઘા જ તત્વોનો સમાવેશ થાય છે. ૫ર્યાવરણમાં માત્ર સજીવ સૃષ્ટી જ નહિ ૫ણ નિર્જીવ સૃષ્ટીનો ૫ણ સમાવેશ થાય છે. રાજકોટ સહિત ગુજરાતમાં પ્રકૃતિની વંદના કરવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે.
સરસ્વતી વિદ્યામંદિર સંકુલમાં પ્રકૃતિ વંદન કાર્યક્રમ
વિદ્યાભારતી ગુજરાત પ્રદેશ સંલગ્ન તેમજ સૌરાષ્ટ્ર શિક્ષણ અને સેવા સમાજ ટ્રસ્ટ રાજકોટ સંચાલિત સરસ્વતી વિદ્યામંદિર સંકુલની મારૂતિનગર, રણછોડનગર અને નવા થોરાળા સ્થિત શાળાઓમાં કરવામાં આવી હતી. પ્રકૃતિ વંદન કાર્યક્રમ દરમિયાન સરસ્વતી શિશુમંદિર સાથે સંકળાયેલા હજારો વિદ્યાર્થીઓ, વાલીઓ, સહિત સૌ કોઈએ પોતપોતાના પરિવાર સાથે મળીને શાળામાં, ઘરમાં, બગીચામાં વૃક્ષવંદન કે તુલસીવંદનની ઉજવણી મંત્રોચ્ચારના ગાન અને આરતી સાથે કરી હતી એવું સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે જણાવ્યું છે. સરસ્વતી વિદ્યામંદિર સંકુલની રાજકોટ સ્થિત ત્રણેય શાળાઓમાં પ્રધાનાચાર્યો, આચાર્યો દ્વારા હિન્દુ આધ્યાત્મિક અને સેવાસંસ્થા, ઈનિશિયેટીવ ફોર મોરલ એન્ડ કલ્ચરલ ટ્રેઈનિંગ ફાઉન્ડેશન અને પર્યાવરણ ગતિવિધિના સંયુક્તરૂપે આયોજીત પ્રકૃતિ વંદન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષવંદન, તુલસીવંદન કરવામાં આવ્યું હતું. વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને યોગ્ય શારીરિક અંતર જળવાઈ રહે તેમજ મુખપટ્ટી પહેરીને તમામ નિયમોનાં પાલન સાથે એક નૂતન અભિગમ દ્વારા યોજયેલા આ પ્રકૃતિવંદન કાર્યક્રમમાં શાળાનાં વિદ્યાર્થીઓએ ઓનલાઈન ઘરે રહી પ્રકૃતિવંદન કર્યું હતું તો સંસ્થાનાં ચેરમેન અપૂર્વભાઈ મણીઆરે પણ પોતાના પરિવાર સાથે ઘરે રહી તેમજ સંસ્થાનાં અન્ય ટ્રસ્ટીશ્રીઓએ પણ પોતાના ઘરે રહી પ્રકૃતિ વંદન કાર્યક્રમમાં ભાગ લીધો હતો.
વી.વી.પી.માં પ્રકૃતિ વંદના અને વૃક્ષોનું પૂજન
કોલેજ વી.વી.પી. એન્જીનિયરીંગ કોલેજ એટલે આધુનીક ગુરૂકુળ કે જયાં પ્રાકૃતિક મૂલ્યો પર્યાવરણનું જયાં જતન થઈ જયાં ઉચ્ચ ટેકનોલોજીનું જ્ઞાન આપવામાં આવે છે તેમાં આજરોજ પ્રકૃતિ વંદના વૃક્ષાનું પૂજન પ્રિન્સીપાલ ડો.. જયેશભાઈ દેશકર દ્વારા ૐકારના નાદ સાથે પૂજન કરવામાં આવેલ હતું અને શાંતી મંત્રનો ઉચ્ચાર સાથે ભવ્ય કાર્યક્રમ યોજાઈ ગયો.
આ અંગે પ્રિન્સીપાલ ડો. જયેશભાઈ દેશકરે વિશેષમાં જણાવ્યું હતું કે, હિન્દુ આધ્યાત્મીક અને સેવા સંસ્થાન અને પર્યાવરણ સંરક્ષાણ ગતીવિધી દ્વારા પૂરા ભારતમાં પ્રકૃતી વંદના કાર્યક્રમ પોતપોતાના ઘરે યોજવા આહવાન કરવામાં આવેલ છે. વિશ્વને પ્રાકૃતીક મૂલ્યો અને જીવનસૃષ્ટિ સંરક્ષાણ, પર્યાવરણ અને વનપ્રત્યે શ્રધ્ધાના સંસ્કાર આપવા સમાજને જાગૃત કરવાનું જે કામ કરી રહ્યું છે તે ધન્યવાદને પાત્ર છે. રાજકોટની જાગૃત જાહેર જનતા વિદ્યાર્થી તેમજ વાલીઓને આ પ્રકૃતી વંદના અને વૃક્ષા પૂજન કાર્યક્રમમાં જોડાવા આહવાન કરેલ છે.
આ કાર્યક્રમમા સંસ્થાના આચાર્યશ્રી ડો. જયેશભાઈ દેશકર, તમામ વિભાગીય વડાશ્રીઓ, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સહ-મહાનગર કાર્યવાહ શ્રી મુકેશભાઈ કામદાર તેમજ તમામ કર્મચારીગણ ઉપિસ્થત રહ્યો અને વૃક્ષાનું પૂજન કરેલ હતું.
આ પ્રકૃતિ વંદના કાર્યક્રમમાં સંસ્થાના મેનેજીંગ ટ્રસ્ટીશ્રી લલિતભાઈ મહેતા, ટ્રસ્ટીઓશ્રી કૌશીકભાઈ શુકલ, ડો. સંજીવભાઈ ઓઝા, હર્ષલભાઈ મણીઆર, ઈન્દુભાઈ પારેખ સ્કૂલ ઓફ આર્કીટેકચર કોલેજના નિયામકશ્રી કિશોરભાઈ ત્રિવેદી, વી.વી.પી. ના પ્રિન્સીપાલશ્રી ડો. જયેશભાઈ દેશકર, આર્કીટેકચર કોલેજના પ્રિન્સીપાલશ્રી દેવાંગભાઈ પારેખે હાદિઁક શુભેચ્છા પાઠવેલ હતી.
વંદે વસુંધરા ગ્રુપ દ્વારા શાળા નં. ૬૩માં ૨૫૦ વૃક્ષારોપણ
હિન્દુ આધ્યાત્મિક સેવા ફાઉન્ડેશન દ્વારા પર્યાવરણ, અને વન, સંપૂર્ણ જીવ સૃષ્ટિના સંરક્ષણ માટે બેનિપૂર ખાતે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સંરસંઘચાલક મોહન ભાગવતજીની પ્રેરણાથી વંદે વસુંધરા ગ્રુપના ભરતભાઈ કોરાટ અરૂણભાઈ નિર્મલ દ્વારા સર્વ પલ્લી રાધાકૃષ્ણના પ્રાથમિક શાળા નં. ૬૩ ખાતે ૨૫૦ વૃક્ષો વાવીને
વૃક્ષારોપણ કાર્યક્રમ શિક્ષણ સમિતિનાં ચેરમેન નરેન્દ્રસિંહ ઠાકુરના સહયોગથી અને મુકેશભાઈ મહેતા (શિક્ષણ સમિતિ સભ્ય) તથા સી.આર.સી. કો.ઓર્ડિનેટર ચેતનભાઈ ગોહેલ સી.આર.સી. જલુભાઈની ઉપસ્થિતિમાં રાખવામાં આવેલ હતો.
આ કાર્યક્રમમાં ડો. સર્વપલ્લી રાધાકૃષ્ણન પ્રાથમિક શાળા નં. ૬૩ના પ્રિન્સીપાલ સુનયનાબેન ત્રિવેદી, તથા શિક્ષક તથા કર્મચારી સર્વ શોભનાબેન, વિવેકભાઈ મિતભાઈ, શીતલબેન, દક્ષાબેન, અમિતભાઈ, જયશ્રીબેન, ધશરીનીબેન, ધરતીબેન સહિત પ્રકૃતિપ્રેમી ભાઈઓ બહેનોએ વરસતા વરસાદની ખુશ્બુભરી મોસમને માણતા માણતા વૃક્ષોનું વાવેતર કર્યું હતુ.
આ તકે ભરતભાઈ કોરાટએ પ્રકૃતિ વિશેની જાણકારી આપી હતી તેમજ વિવિધ પ્રકારનાં વૃક્ષોની ઉપયોગીતા જણાવી હતી. આ તકે ઉપસ્થિત તમામ લોકોએ વૃક્ષોનું પૂજન કર્યું હતુ. આ તકે આચાર્ય સુનયનાબેન ત્રિવેદીએ સૌનો આભાર વ્યકત કર્યો હતો.