આવતીકાલે તારીખ ૧-૯-૨૦૨૦ ભાદરવા વદ ચૌદશને મંગળવારે ગણેશ વિસર્જન છે.
આ દિવસે ચૌદશ સવારના ૯.૩૯ સુધી છે. સૂર્યોદય સમયે જે તિથિ હોય તે તિથિ આખો દિવસ માન્ય ગણાય આ પ્રમાણે મંગળવારે ગણેશ વિસર્જન છે.
ગણેશ વિસર્જનમાં ગણપતિ દાદાનું પુજન કરવું દાદાને ચાંદલો ચોખા કરી અબીલ, ગુલાલ, કંકુ ચડાવી દાદાને નૈવેદ્ય ધરાવું ત્યારબાદ દાદાની આરતી ઉતારવી અને દાદાની ક્ષમા યાચના માગવી.
ગણપતિ દાદાના વિસર્જન માટે એક પાણી ભરેલા ટબમાં ઘરના ફરીયામાં પાણી ભરેલ ટબ રાખી અને તેમાં પધરવા ત્યારબાદ સઁપૂર્ણ મૂર્તિ ઓગળી જાય એટલે તે પાણી આસોપાલવ અથવા પીપળે અથવા કાટા વગરના ઝાડમાં પધરાવી દેવું
તા. ૧-૯-૨૦ મંગળવારના શુભ મુર્હુતની યાદી સવારે ચલ ૯.૩૯ થી ૧૧.૩૭, સવારે લાભ ૧૧.૧૩ થી ૧૨.૪૭, સવારે અમૃત સવારે ૧૨.૪૭, થી ૨.૨૧, બપોરે શુભ ૩.૫૪ થી ૫.૨૮, બપોરે અભિજિત મુહુર્ત ૧૨.૨૨ થી ૧.૧૨ શાસ્ત્રી રાજદીપ જોષી- સંકલન