ગોંડલ શહેર પંથકમાં શનિવાર રાતથી જ ધમાકેદાર વરસાદ વરસી રહ્યો હોય રવિવાર સાંજ સુધીમાં ચારથી પાંચ ઇંચ સર્વત્ર વરસાદ નોંધાયો હતો જેના પગલે શહેરની ગોંડલી નદી ગાડી તુર બની બે કાંઠે વહી હતી.નદી કાંઠે બાલાશ્રમ સામે આવેલ કાચાં મકાનો તથાં ઝુંપડાઓ માં પાણી ઘુસી ગયા હતા. તો તાલુકાના વાસાવડ, દેરડી કુંભાજી, શિવરાજગઢ, સુલતાનપુર સહિતના ગામોમાં પણ ધમાકેદાર વરસાદ વરસતા ખેતરોમાં પાણી ભરાયા હતા જેના પગલે કપાસ અને મગફળી જેવા પાક ને વ્યાપક પ્રમાણમાં નુકશાન થયું હતું. તાલુકાના શેમળા, પાંચિયાવદર ગામે પાંચ ઇંચ  થી પણ વધારે વરસાદ વરસતા ગામનો ગોંડલી નદી પરનો ૧૫ ફૂટથી ઊંચો પુલ પણ પાણીમાં ગરક થઇ ગયો હતો પુલ પર એક ફૂટથી પણ વધારે પાણી વહેવા લાગતા પાંચિયાવદર ગામ બેટમાં ફેરવાયું હતું ગ્રામજનોને ગામમાં પાણી ઘુસી જવાનો ભય લાગ્યો હતો સદ્નસીબે સાંજે વરસાદે વિરામ લેતા ગ્રામજનોએ હાશકારો અનુભવ્યો હતો. શહેર પંથકમાં ધમાકેદાર વરસાદ વરસવા થી રાજમાર્ગો અને નદી-નાળાઓ પાણીથી છલકાયા હતા ત્યારે મામલતદાર કચેરીના ફ્લડ ક્ધટ્રોલ રમ ખાતે માત્ર બે ઇંચ વરસાદ નોંધાયો હતો.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.