વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામેની લડાઈમાં સમગ્ર દેશની જનતાનું સર્મન: ભરત પંડ્યા
કોંગ્રેસે કરેલ જૂઠ્ઠા આક્ષેપોનો જવાબ આપતાં ગુજરાત પ્રદેશ ભાજપના પ્રવકતાશ્રી ભરત પંડયાએ જણાવ્યું હતું કે, જેણે ૩૫૬ની કલમનો ૫૦ ી વધુ વાર દૂરઉપયોગ કર્યો અને લોકશાહી રીતે ચૂંટાયેલી સરકારોને ઘર ભેગી કરી એ કોંગ્રેસ કયાં મોઢે લોકશાહીની વાત કરે છે ? સમગ્ર દેશમાં કટોકટી લાદીને લોકતંત્ર, મીડિયાતંત્રને બાનમાં રાખ્યું અને હજારો લોકોને જેલ ભેગા કર્યા. એ લોકતંત્રની વાત કોંગ્રેસ કરે છે ? લોકશાહીના મંદિર સમા સંસદ ભવન પર હુમલો કરનાર અફઝલ આતંકવાદી હતો અને કોંગ્રેસ તેને શહીદ કહે છે. એ લોકશાહીની વાત કોંગ્રેસ કરે છે ? તત્કાલીન મુખ્યમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની હત્યા કરવા માટે ઈશરત અને તેના ચાર આંતકવાદીઓ જે લશ્કરે તોઈબાના હતાં તે કેન્દ્રની ગુપ્તચર એજન્સીએ રીપોર્ટ આપ્યા હતા, નામદાર સુપ્રીમ કોર્ટે પણ સ્વીકાર્યું કે એ આતંકવાદી ઈશરત ઍન્ડ કંપનીને તેમ છતાં બચાવવા માટે સી.બી.આઈ.ના માધ્યમનો કોંગ્રેસે દૂરઉપયોગ કર્યો હતો. અને સી.બી.આઈ. દ્વારા કોંગ્રેસે જૂઠ્ઠા આરોપો લગાવીને શ્રી અમિતભાઈ શાહને જેલમાં પુરવાના ષડયંત્રો કર્યા હતા. એ ગુજરાત અને દેશની જનતા સુપેરે જાણે છે. ભૂતકાળમાં અનેક વખત સી.બી.આઈ સહિતની એજન્સીઓનો દૂરઉપયોગ કરનારી કોંગ્રેસ તેના ચશ્માી ભાજપને જુએ છે, તે કયાં મોઢે એજન્સીઓના દૂરઉપયોગનો ભાજપ ઉપર આક્ષેપ કરે છે. ભાજપ કયારેય એજન્સીઓનો દૂરઉપયોગ કરતી ની. આ કોંગ્રેસની આંતરીક જૂબંધીનો મામલો છે કોંગ્રસેના નેતૃત્વ ઉપર કોંગ્રેસના ધારાસભ્યોને વિશ્વાસ ની. તેની નીતિ રીતિ, વર્ગવિગ્રહ અને વેરઝેરની રાજનીતિ ઉપર વિશ્વાસ ની.
કોંગ્રેસે પોતાની નિષ્ફળતા છૂપાવવા માટે ભાજપ ઉપર જુદાં-જુદાં પ્રકારના મનઘડત આક્ષેપો કરી રહી છે. આઈ.ટી. એજન્સી ઉપર પણ ખોટા આક્ષેપો કરી રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની ભ્રષ્ટાચાર અને કાળા નાણાં સામેની લડાઈમાં સમગ્ર દેશની જનતા સર્મન કરી રહી છે. છેલ્લા ૧૫ મહિનામાં કેન્દ્ર સરકારે ૧૨ હજાર કરોડ જેટલી બેનામી સંપતિ તેમજ છેલ્લા ૩ વર્ષમાં આયકર વિભાગે ૭૨ હજાર કરોડ જેટલું કાળું નાણું જપ્ત કર્યું છે. ડર્ટી મનીના સંદર્ભમાં, કરપ્શનના સંદર્ભમાં અને ગેરકાયદેસર નાણાંના સંદર્ભમાં કોંગ્રેસના મંત્રીના ૩૯ જેટલા સનો ઉપર આયકર વિભાગે રેડ કરી છે. મીડિયાના માધ્યમોી જાણવા મળ્યું છે કે, કોંગ્રેસના મંત્રીના નિવાસ સનેી આયકર વિભાગે ૫ કરોડ રૂ. રોકડા જપ્ત કર્યા છે અને હજુ પણ આયકર વિભાગની કામગીરી ચાલી રહી છે. આયકર વિભાગની કાર્યવાહી એ સ્વતંત્ર અને નિષ્પક્ષ હોય છે. બેંગ્લોરની ફાઈવ સ્ટાર હોટલમાં રહેતા કોગ્રેસના કોઈપણ ધારાસભ્યના રૂમમાં કોઈપણ આઈ.ટી.ના અધિકારીએ તેમનો સંપર્ક કર્યો ની. આયકર વિભાગના દરોડા એ તેની નિયમિત કાર્યવાહીનો એક ભાગ છે. એટલે કોંગ્રેસ ડર્ટી મનીને સપોર્ટ આપવા માટે ભારતીય જનતા પાર્ટી ઉપર આક્ષેપ ન કરે તેવી હું તેમને અપીલ કરૂં છું.