શારીરિક અશકત મહિલાઓને સ્વનિર્ભર બનાવવાની સામાજીક પહેલ

હાલ શ્રાવણ માંસ શરુ થતાં તહેવારોની સિઝન પણ શરુ થવા લાગી છે તેવામાં શ્રાવણ સુદ પુનમના રોજ ભાઇ અને બહેનોના પવિત્ર બંધન એટલે કે રક્શા બંધનની ઉજવણી ગુજરાત રાજ્ય સહિત સમગ્ર દેશમાં થાય છે તેવામા રક્શાબધન આવતાની સાથે બજારોમા અવનવી રાખડીઓ પણ જોવા મળે છે ત્યારે સુરેન્દ્રનગરની સંસ્થા દ્વારા દિવ્યાગ લોકો પોતાના જીવનમા સ્વનિઁભર બની શકે તે હેતુથી એક ખાસ પ્રોજેક્ટનું આયોજન કરેલું છે જેમાં આ સંસ્થા દ્વારા દિવ્યાગ બહેનો જેમાં શારીરીક ખોટખાપણ ધરાવતા કેટલાંક બહેનો વડે રાખડીઓ બનાવવાનું કામ અપાય છે અને તેઓને આ કામનુ સારુ વળતળ પણ ચુકવવામાં આવે છે ત્યારે આ સંસ્થાની જો વાત કરીએ તો આશીઁવાદ વિકલાંગ ટ્રસ્ટ નામની આ સંસ્થા દ્વારા વિકલાંગ બાળકો તથા શારીરીક ખોટખાપણ ધરાવતા લોકો જેમા મુંગા-બહેરા, હાથ અથવા પગની તકલીફ, આંખોમાં ઓછું વેચાતુ હોય તથા પોલીગયોસ્ત લોકોને સારી જીંદગી મળી રહે તે હેતુથી સંસ્થા ચલાવામા આવે છે જેમાં બાળકોને પણ સારું શિક્ષણ પુરુ પડવામાં આવે છે સાથોસાથ વિકલાંગ મહિલાઓને પણ પોતાના જીવનમાં પોતે સારું કમાય તેવા હેતુથી અહિં કામ પણ આપવામાં આવે છે જેમાં આ સંસ્થાની મુલાકાત દ્વારા જાણવા મળ્યું હતુ કે આશીઁવાદ વિકલાંગ ટ્રસ્ટ છેલ્લા આઠેક વષઁથી સાયલા ગામે કાયઁરત છે અને હાલ પાંચેક વષઁથી સંચાલકો દ્વારા સુરેન્દ્રનગરમાં પણ પોતાની સંસ્થા શરુ કરાઇ છે જેમાં કેટલીક વિકલાંગ મહિલાઓને રોજગાર અપાય છે જ્યારે દરેક સિઝન એટલે કે રક્ષાબંધનના પવઁ અગાઉ રાખડીઓ તથા દિવાળી ના પવઁ અગાઉ દિવડા બનાવી બજારોમા વેચાણ માટે મુકાય છે સાથોસાથ વચ્ચેના સમય દરમિયાન તોરણ તથા ભગવાનના વાઘા અને ભગવાનને શુસોભન કરાતી દરેક ચીજવસ્તુઓને પણ આ વિકલાંગ મહિલાઓ બનાવે છે . હાલ રક્ષાબંધનની સિઝન હોવાથી અહિ કેટલીક મહિલાઓ રાખડીઓ બનાવે છે જે રાખડીઓ ગુજરાતના શહેરો તથા રાજ્ય બહાર પણ હોલસેલના ભાવે અપાય છે અને બાથમાં તેને બજારમાં વેચાણમાં મુકાય છે ત્યારે જોવાનું તો એ છે કે તંદુરસ્ત શરીર ધરાવતા લોકો પણ કામ ન કરી શકે તેવી ઝીણવટતાભયુઁ કામ આ મહિલાઓ કરે છે અને કેટલીક મહિલાઓ પોતાના વિચારથી જ કેટલીક રાખડીઓ બનાવી અવનવી ડીઝાઈનોને આકાર આપે છે અહિં કામ કરતી દરેક વિકલાંગ મહિલાઓ પોતે એકબીજા સાથે એક પરીવારના સ્વરુપમાં હળીમળીને રહે છે અને પોતે પોતાના જીવનમા સ્વનિભઁર બને છે ત્યારે આશીઁવાદ વિકલાંગ ટ્રસ્ટ દ્વારા કેટલાંક બીજા પણ પરીવારના રહેતા વિકલાંગો માટે સ્વનિઁભર થવાની તક આપવામાં આવે છે જેમાં મશીન, ઉચ્ચતમ ખેતી, ટ્યુસનક્લાસીસ જેવી કેટલીક રોજગાર કક્ષી ટ્રેનીંગ આપાય છે અને આવા કેટલાંક પરીવારના રહેતા વિકલાંગ મહિલાઓને પોતાના ઘેર પણ રાખડીઓ તથા દિશા અને તોરણ બનાવવા માટે મટીરીયલ્સ પુરુ પાડી તેઓને પણ કામ કરવાની તક આપવામાં આવે છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.