ડેમ બન્યા બાદ બીજી વખત ૨૩ દરવાજા ખોલાયા
મધ્ય પ્રદેશમાં ભારે વરસાદને પગલે પાણીનું સ્તર વધતા
રાજયમાં પણ બે દિવસની વરસાદની આગાહીને પગલે અગમચેતી
ગુજરાતમાં ભારે વરસાદના પગલે પૂર પ્રકોપ ચાલુ છે સતત વરસાદના પગલે કેટલાય બંધ ભરાઈ ગયા છે. છલકાઈ ગયા છે.જેનાથી આસપાસનાં વિસ્તારો ઉપર ખતરો ઉભો થયો છે. આવી જ રીતે રાજયની જીવાદોરી સમા નર્મદા ડેમમાં ઉપરવાસમાંથી પાણીની આવક થતા ૨૩ દરવાજા ખોલવામાં આવ્યા છે. સરદાર સરોવર બંધમાંથી અત્યારે ૫ લાખ કયુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. સરદાર સરોવર બંધ બન્યા બાદ બીજી વખત ૨૩ ગેટ ખોલવામાં આવ્યા છે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદને પગલે અગાઉ ૧૦ દરવાજા ખોલવામાં આવ્યા હતા. અને હવે ૨૩ ગેટ ખોલવામાં આવ્યા છે. બંધ અત્યારે ૧૩૦ મીટર ઉપરાંત ઓવરફલો થઈ રહ્યો છે. નર્મદા ડેમ આસપાસનાં વિસ્તારના ૩૦ ગામોને એલર્ટ કરાયા છે.
હવામાન વિભાગના જણાવ્યા મુજબ આગામી બે દિવસમાં ગુજરતામાં ભારે વરસાદની શખયતા છે એટલે સરદાર સરોવર ડેમમાં પાણીની સપાટી વધુ વધવાની શકયતા છે. એટલે ડેમના દરવાજા ખોલવાના આદેશ અપાયા હતા.
બીજી બાજુ મધ્યપ્રદેશમાં થતા ભારે વરસાદને કારણે ડેમના ગેટ ખોલવામાં આવ્યા છે. ડેમમાં સતત આવક થઈ રહી હોય ગેર ખોલવામાં આવ્યા છે.