શિયાળો શરૂ થાય એ પહેલા જ સાવચેત રહેવા નિષ્ણાંતોની સલાહ
કોરોના વાયરસ અંગે વિશ્વ આરોગ્ય સંસ્થાએ ફરી ચેતવણી આપી છે કે શિયાળામાં કોરોનાથી મૃત્યુઆંક વધી શકે છે. યુરોપમાં વિશ્વ આરોગ્ય સંસ્થાના રિજીયોનલ ડાયરેકટરે જણાવ્યું હતુ કે શિયાળાની શરૂઆત સાથે જ યુરોપ સહિત સમગ્ર વિશ્વમાં કોરોનાના કેસો વધશે અને સાથે સાથે કોરોનાથી મોતનો આંક પણ વધતો જશે. શિયાળો શરૂ થાય એ સાથે જ લોકોને સાવચેત રહેવા વિશ્વના આરોગ્ય નિષ્ણાંતો એ સલાહ આપી છે. વ્હુના રીજીયોનલ ડિરેકટર હંસ કણજ કહે છેકે શિયાળાના સમયમાં યુવાનો વૃધ્ધોની વધુ નજીક આવશે. એટલે સંક્રમણ વધવાનો ખતરો બહુ વધી જશે જોકે અમે આ અંગે ભવિષ્યવાણવી કરવા ઈચ્છતા નથી. પણ એટલું ચોકકસ કહી શકાય કે એક સમય એવો આવશે કે હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા બહુ વધી જશે અને મૃત્યુદરમાં પણ મોટો વધારો થશે. કલજે જણાવ્યું હતુ કે વ્હુના યુરોપ વિસ્તારના ૫૫ થી ૩૨ રાજયો અને વિસ્તારોમાં ૧૪ દિવસમાં કોરોનાના કેસમાં ૧૦ ટકાથી વધુનો વધારો થયો છે. હવે નો સમય એ શરૂ થયો છે કે કોરોનાના કેસ અને કોરોનાથી મોતનો આંક વધી શકે છે.