કોરોના મહામારીમાં સમાજના તમામ કાર્યક્રમો બંધ હોવાથી અંગદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ અંગે કોઇપણ કાર્યક્રમ થઇ શકે તેમ નથી તેથી અંગદાન જાગૃતિ માટે અંગદાન, ચક્ષુદાન, દેહદાન જાગૃતિ માટે રાજકોટમાં આવેલદરેક ફાયર સ્ટેશન પર સાંજે પ થી ૭ ઉભા રહી પ્રચાર પ્રસાર કરવાનું નકકી કરાયું છે. તે મુજબ પહેલા મંગળવારે બસ સ્ટેન્ડ પાછળ બીજા મંગળવારે નિર્મલા રોડ ઉપર ત્રીજા મંગળવારે રામાપીર ચોકડી, ચોથા મંગળવારે પોપટપરા પાંચમા મંગળવારે બેડીપરા અને છઠ્ઠા મંગળવારે મવડી રોડ, તથા આ અગીયારમાં મંગળવારે રણુજા ચોકડી પાસે (કોઠારીયા રોડ) ઉપર આવેલ ફાયર સ્ટેશનને ઉભા રહેલ ચેરમેન ઉમેશ મહેતા એ જહેમત ઉઠાવી હતી.
વધુ માહીતી માટે ચેરમેન મો. નં. ૯૪૨૮૫ ૦૬૦૧૧ નો સંપર્ક કરવા જણાવાયું છે.