હળવદ-ખાતે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની જાણકારી અર્થેનો કાર્યક્રમ સંપન્ન
ધારાસભ્ય સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ સાથે મોટી સંખ્યામાં ખેડૂતોની ઉપસ્થિતિ
હળવદમાં મુખ્યમંત્રી કિશાન સહાય યોજનાની જાણકારી માટેનો હળવદ તેમજ વાંકાનેર તાલુકાના ખેડુતો માટેનો કાર્યક્રમ સરદાર પટેલ સહભાગી જળસંચય નિગમના ચેરમેન ભરત બોઘરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ કાર્યક્રમના અધ્યક્ષ ડો. ભરતભાઇ બોધરાએ માહિતી આપી હતી કે ખેડુતને કેમ વધારે લાભ મળે તે માટે સરકારે મુખ્યમંત્રી કિશાન સહાય યોજના બહાર પાડી છે. જો હવે ખેડુતને નુકશાન થશે તો સરકાર સીધી ખેડુતને મદદ કરશે. ગુજરાત દેશનુ પહેલુ એવુ રાજય છે કે જે ખેડુતને સીધી મદદ કરી રહી છે.
આ પ્રસંગે હળવદ ધારાસભ્ય પરસોતમભાઇ સાબરીયાએ જણાવ્યુ હતુ કે સરકારે ખેડુતોની ચિંતા કરતા આ યોજના બહાર પાડી છે. અને ખેડુતોને પાક નુકશાન માટે તાત્કાલીક સહાય મળે તે માટે આ સરકાર તત્પર છે.
મોરબી જિલ્લા પંચાયતના ખેતિવાડી અધિકારી ડો.વી.કે.ચૌહાણે મુખ્યમંત્રી કિશાન સહાય યોજના અંગે પણ વધુ માહિતી આપી હતી.કાર્યક્રમના શારૂઆતમાં શાબ્દિક સ્વાગત મોરબી જિલ્લા નાયબ ખેતી નિયામક ડો. એસ.એ. સીણોજીયાએ કર્યુ હતુ. અને આભાર વિધી એન.જી.રામોલિયાએ કરી હતી.આ પ્રસંગે મોરબી જિલ્લા વિકાસ અધિકારી પરાગ ભગદેવ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પી.વી. વસૈયા, હળવદ તાલુકા પંચાયતના પ્રમુખ ધમેન્દ્રસિહ ઝાલા, હળવદ એપીએમસીના ચેરમેન રણછોડભાઇ પટેલ, વાંકાનેર એપીએમસીના ચેરમેન શકીલ પીરઝાદા, હળવદ નગર પાલીકાના પ્રમુખરમેશભાઇ પટેલ,તાલુકા વિકાસ અધિકારી અમિતભાઈ રાવલ,તાલુકા ખેતીવાડી અધિકારી બેલાબેન,ભાજપ અગ્રણી વલ્લભભાઈ પટેલ,જેરામભાઈ સોનગ્રા,દેવશીભાઈ દલવાડી,સહિત ખતિવાડીના અધિકારીઓ તેમજ હળવદ તેમજ વાંકાનેર તાલુકાના ખેડુતો મોટી સખ્યામાં હાજર રહ્યા હતા.