ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી દ્વારા કોરોના સામેની તકેદારી સાથે શરૂ થયેેલ બી.એસ. સી., બી.એડ. એલ.એલ .બી., એમ.એ., એમ. એસ. સી., એમ.કોમ., એલ.એલ.એમ., સહીતની પરીક્ષાના પ્રથમ તબક્કાના ચોથા દિવસે ૪ કોપી કેસ
નોંધાયા હતા. બે સેશનમાં કુલ પાંચ જિલ્લાના ૮૦ કેન્દ્રો પર લેવાયેલ ગઈકાલની પરીક્ષામાં કુલ ૮૧૧૭ વિદ્યાર્થીઓ માંથી ૧૩૮ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. બીજી બાજુ પરીક્ષાના ત્રીજા દિવસે બી.એડ. તથા એલ.એલ.બી., ની પરીક્ષા દરમિયાન કુલ ૪ કોપી કેસ કરવામાં આવ્યા હતા. જેમા જૂનાગઢમાં ૧, તથા ગીર ગઢડા માં ૩, કોપી કેસ કરવામાં આવ્યા હતા. ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીના કુલપતિ ડો. ચેતનભાઈ ત્રિવેદીના જણાવ્યા અનુસાર પરીક્ષાના વિવિધ કેન્દ્રો પર સ્ક્વોડ દ્વારા તથા યુનિવર્સિટી ખાતેથી સીસીટીવી મોનીટરીંગ દ્વારા દરેક પરીક્ષા કેન્દ્રોનું ઝીણવટપુર્વક નિરીક્ષણ કરવામાં આવી રહ્યુ છે.