ચોટીલાના પોલીસ બેડામાં બ્રિટીશ યુગમાં કાલીદાસભાઈ મેઘાણી ના પુત્ર ઝવેરચંદ મેઘાણીનો જન્મ થયો હતો ત્યારે ભારતમાં બ્રિટિશ સલ્તનત નું રાજ્ય ચાલતું હતું આવા સમયે તે સમયના ચોટીલા પોલીસ થાણુંમાં ચોટીલા નું નવું ગામ આ ગામના છેવાડે માતા ચામુંડા ની તળેટીમાં આવેલ પોલીસ થાણાના એક ક્વાર્ટરમાં કાળીદાસ મેઘાણી ના ઘરે પુત્ર રત્ન ઝવેરચંદ મેઘાણી નો જન્મ થયો હતો બાદમાં આ બાળક મોટા થયા બાદ રાષ્ટ્રીય શાયરનું બિરુદ પામ્યા હતા અને આ બીરુદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીએ આપ્યું હતું.
સૌરાષ્ટ્રની રસધાર સોરઠ ના બહારવટીયા કસુંબીનો રંગ છેલ્લો કટોરો સહિત અસંખ્ય લોકકથાઓ લોક દુહાઓ અને સૌરાષ્ટ્રની ધીંગી ધરાનાં ગામડે ગામડેથી અને નેસડાઓમાં રઝળપાટ કરી ને મેઘાણી જીએ ખાસ કરીને ગુજરાતી સાહિત્યમાં અણમોલ પ્રદાન કર્યું છે આ મહામાનવ ઝવેરચંદ મેઘાણી ની ૧૨૪ મી જન્મ જયંતીની સાદગીપૂર્વક ચોટીલામાં આવેલ તેમના જન્મ સ્થળ ઉપર ઉજવણી કરવામાં આવી હતી આ પ્રસંગે મેઘાણીજીના પૌત્ર પિનાકિભાઈ નાનકભાઈ મેઘાણી સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ વડા મહેન્દ્રભાઈ બગડીયા લીંબડી ડીવાયએસપી બસિયા ચોટીલાના પી આઈ બી.કે.પટેલ સહિત સાહિત્ય પ્રેમીઓ એ ખાસ હાજરી આપી હતી જ્યારે મહાનુભાવોએ મેઘાણી જીની પ્રતિમાને ફુલહાર કરી આ જન્મોત્સવ મનાવ્યો હતો