કાલે બપોરે ૨ વાગ્યા સુધી કોર્પોરેશન સિંગલ ગર્લ ચાઈલ્ડ સર્ટિફિકેટ આપશે

ગુજરાત સરકાર દ્વારા ધ રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન એક્ટ-૨૦૦૯ હેઠળ બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં ૨૫ % મુજબ વિનામુલ્યે ધોરણ-૧ માં નબળા અને વંચિત જૂથના બાળકોને પ્રવેશ આપવાની યોજના અમલમાં છે, જે અન્વયે પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી દ્વારા http://rte. orpgujarat.com વેબપોર્ટલથી ઓનલાઈન પ્રવેશ પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ છે. જેમાં કુલ  ૧૩ કેટેગરીના બાળકોને RTI હેઠળ પ્રવેશમાં અગ્રતા આપવામાં આવે છે. રાજકોટ મહાનગરપાલિકાએ સિંગલ ગર્લ ચાઈલ્ડ ધરાવતા અને એ અંગેનું સર્ટિફિકેટ મેળવવા ઇચ્છુક અને તે માટેની પાત્રતા ધરાવતા વાલીઓ આવતીકાલે શનિવારે બપોરે ૨.૦૦ વાગ્યા સુધી અરજી કરી શકે છે. આર.ટી.ઈ. હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન ફોર્મ ભરવાની મૂદત આવતીકાલે  રાત્રે ૧૨.૦૦ વાગ્યે પુરી થઈ રહી છે. આ બાબત ધ્યાને લઇ મનપા દ્વારા બપોરે ૨.૦૦ વાગ્યા સુધી અરજી સ્વીકારી સાંજ સુધીમાં પ્રમાણપત્ર ઇસ્યુ કરવાની કામગીરી કરવામાં આવનાર છે. વિશેષમાં જો સરકાર દ્વારા ઓનલાઈન અરજી સ્વીકારવાની સમયમર્યાદામાં કોઈ ફેરફાર થશે તો રાજકોટ મહાનગરપાલિકા પણ એ મુજબ જરૂરી ફેરફાર કરશે.

રાજકોટ મહાનગરપાલિકાએ સેન્ટ્રલ ઝોન કચેરી સ્થિત સિટી સિવિક સેન્ટર ખાતે અરજી ફોર્મ અને સોગંદનામાનો નમૂનો આપવા અને સ્વીકારવા માટે વ્યવસ્થા કરાયેલ છે. સાથોસાથ અરજદારો રાજકોટ મહાનગરપાલિકાની વેબસાઈટ http://www.rmc.gov.in/ પરથી પણ ડાઉનલોડ કરી શકશે.

મ્યુનિ. કમિશનર  ઉદિત અગ્રવાલના આદેશ અને માર્ગદર્શન હેઠળ નાયબ કમિશનર  બી.જી.પ્રજાપતિ અને સહાયક કમિશનર  રવિન્દ્રસિંહ એન. ચુડાસમાએ આ અંગે સમગ્ર વ્યવસ્થા અને સંકલન ગોઠવેલ છે. મનપાએ આ સર્ટિફિકેટ ઇસ્યુ કરવા માટે નાયબ કમિશનરને ડેઝીગ્નેટે કર્યા છે. અરજદારોએ આ અંગેની અરજી રજીસ્ટ્રાર,જન્મ-મરણ નોંધણી વિભાગ, રાજકોટ મહાનગરપાલિકાને સંબોધીને કરવાની રહેશે.આર ટી ઇ અંગેના ફોર્મ ભરવાનો કાલે અંતિમ દિવસ હોવાથી આ બાબતે આવતી અરજીઓને અગ્રીમતા આપવામાં આવશે.

આ બાબતને ધ્યાનમાં રાખીને રાજકોટ મહાનગરપાલિકા વિસ્તારમાં રહેતા કુટુંબોના બાળકો કે જેને સંતાનમાં માટે એક જ દીકરી હોય તેઓ અ પ્રમાણપત્ર મેળવવા ઇચ્છતા હોય, તે સંબધી જરૂરી અરજી આધાર પુરાવા સહ મેળવવાની તેમજ ચકાસણી કરી નિયત પાત્રતાની ખરાઈ કરવાની કાર્યવાહી આરોગ્ય શાખાના સુપ્રિટેન્ડેન્ટ જન્મ-મરણ દ્વારા કરવામાં આવશે.

અરજદારે અરજી સાથે જરૂરી આધાર જેવાકે રેશન કાર્ડ, એડ્રેસ પ્રૂફ, બાળકનો જન્મ તારીખનો દાખલો તેમજ નિયત નમૂનામાં સોગંદનામું જોડવાના રહેશે.

પ્રવેશ પ્રક્રિયાની મુદતમાં વધારો કરવા માંગ

આર.ટી.ઇ.માં પ્રવેશ પ્રક્રિયા ઓન લાઇન શરૂ છે. ઓન લાઇન અરજી માટે માત્ર ૧૧ દિવસ આપ્યા તે પુરતા નથી. આ ટુંકા ગાળામાં લાભાર્થીઓ ફોર્મ ભરી શકયા નથી. પ્રવેશ પ્રક્રિયાનો સમય વધુ દશ દિવસ લંબાવવામાં આવે તેવી માંગણી કરવામાં આવી છે.

સામાન્ય રીતે સર્વર ધીમુ ચાલવું, અવાર નવાર પ્રોબ્લેમ, ઓે.ટી.પી. આવવામાં વાર લાગવી, ભાડા કરાર, નોધાયેલા ભાડા કારાર,  મામલતદારે આપેલા ત્રણ વર્ષ માન્ય આવકના દાખલા ચાલતા નથી. નવા આવકના દાખલા કાઢવામાં સમય લાગે છે વગેરે જેવી અનેક સમશ્યાઓને લઇ ઘણા લોકો ફોર્મ ભરી શકયા ન હોય જેથી આવા જરૂરિયાત મંદ પરિવારોને અન્યાયની થાય તેવા હેતુથી સમય મર્યાદામાં વધારો કરી આપવા. મારબ સેવા સંસ્થા દ્વારા જિલ્લા શિક્ષણાધિકારીને લેખીત રજૂઆત કરી છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.