સરકાર, સંગઠન અને કલાકાર આ ત્રણેયનો સમન્વય એટલે “ગુજરાત કલાવૃંદ કલાવૃંદના હોદેદારો આજ રોજ ગાંધીનગર ખાતે કમલમની શુભેચ્છા મુલાકાત માટે ગયેલા હતા. ગુજરાત પ્રદેશ ભાજપના નવનિયુક્ત પ્રમુખ સી.આર.પાટીલ, પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી ભીખુભાઇ દલસાણીયા, ભાજપ પ્રવક્તા ભરતભાઈ પંડ્યા તેમજ વિધાન સભાના અધ્યક્ષ રાજેન્દ્રભાઈ ત્રિવેદી, સાંસ્કૃતિક અને રમતગમત મંત્રી ઈશ્વરભાઈ પટેલ, સંગીત નાટ્ય એકેડમીના ચેરમેન પંકજભાઈ ભટ્ટની રૂબરૂ મુલાકાત કરી કલાવૃંદએ કલાકારો માટે વિવિધ માંગણી અંગે ચર્ચા કરી હતી. તેમજ કલાવૃંદની સંગઠન સરચના પૂર્ણ કરી સંગઠનને તેમજ સરકારના પ્રતિનિધિને સુપરત કરેલ હતી. આગામી દિવસોમાં સંગઠન અને સરકારના માર્ગદર્શન તેમજ નિર્દેશો અનુસાર કામગીરી કરવામાં આવશે. કલાકારોની લાગણી અને માંગણી પણ સરકાર તેમજ સંગઠન સુધી પહોંચાડવામાં આવી છે. તેમ અંતમાં ગુજરાત કલાવૃંદના સંસ્થાપક સંજય પંડ્યા અને સનત પંડ્યા, ધર્મેશ મકાતી, ચિરાગ શાસ્ત્રીએ યાદીમાં જણાવ્યું છે. હોમ કવોરન્ટાઈન હોવાના કારણે દેવ ભટ્ટ અને જીતુ પરમાર જઈ શક્યા ન હતા.
Trending
- Christmas party માટે પરફેક્ટ મેકઅપ !! આ ટિપ્સ દ્વારા ઘરે જ કરો મેકઅપ આર્ટિસ્ટ જેવો મેકઅપ
- Lookback 2024: ટોપ 5 સ્ટાર્સ સેલેબ્રિટીઝ વેડિંગ વિશે જાણો…
- સુરત: લોરેન્સ બિશ્નોઇના નામે ટ્રાન્સપોર્ટર્સ પાસે ખંડણી માંગતા સગીર સહિત ચાર ઝડપાયા
- આ ધરતી પર સૌના પેટ ભરવાનું કામ ખેડૂતો કરે છે, ખેડૂતો સૌથી મોટા પરોપકારી છે: આચાર્ય દેવવ્રત
- બર્ડ વોચિંગ કરવાથી માનસિક સ્વાસ્થ્ય સુધરે છે
- ભરૂચ: મંત્રી કુંવરજી હળપતિના અધ્યક્ષસ્થાને જિલ્લા આદિજાતિ વિકાસ મંડળની યોજાઈ બેઠક
- Lookback 2024 Sports: વર્ષમાં ગૂગલ પર સૌથી વધુ સર્ચ કરાયેલા ટોપ-10 એથ્લેટ્સમાં આ બે જ ભારતીય
- ધોરાજી: પાટણવાવ ઓષમ ડુંગર ખાતે રાજ્ય કક્ષાની આરોહણ-અવરોહણ સ્પર્ધા યોજાઈ