ગુજરાત સરકારનો ‘સંવેદનશીલ’ નિર્ણય
ભુતકાળમાંથી બોધ લઈને સરકાર ટૂંક સમયમાં દુરંદેશીભર્યો નિર્ણય જાહેર કરે તેવી સંભાવના
ગુજરાતમાં ભારે પુરના કારણે દર વર્ષે મોટાપાયે લોકોને નુકશાની વેઠવી પડે છે અને લોકો જીવ પણ ગુમાવતા હોય છે. છેલ્લા એક મહિનામાં ગુજરાતમાં ભારે વરસાદે તબાહી ફેલાવી છે. પ્રથમ સૌરાષ્ટ્ર-કચ્છમાં બારેમેઘ ખાંગા થયા બાદ ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના કારણે પૂરની સ્થિતિ સર્જાઈ હતી. જેમાં મોટાપાયે જાનમાલનું નુકશાન થયું છે. આ પરિસ્થિતિમાં મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ મહત્વના નિર્ણયો કરી ‘સંવેદનશીલ સરકાર’નું સુત્ર સાર્થક કર્યું છે.
છેલ્લા પાંચ દિવસથી મુખ્યમંત્રી ‚પાણી બનાસકાંઠામાં પુરગ્રસ્તો વચ્ચે રહીને સરકાર ચલાવી રહ્યાં છે અને પુર પીડિતોને તમામ જાતની સહાય મળે તેમજ રાહત ફંડ તાકીદે મળી રહે તે માટેના તમામ પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત રાજયના અન્ય વિસ્તારોમાં પણ પુરની પરિસ્થિતિ દરમિયાન મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણીએ તમામ વિગતો મગાવીને તેની સમીક્ષા કરી હતી. આ ઉપરાંત અધિકારીઓને પણ સતર્ક અને લોકોના પ્રશ્ર્નો બાબતે સચેત રહેવા માટેના સુચનો આપ્યા હતા.
આ દરમિયાન ગુજરાત સરકારે પુર પીડિતો માટે સંવેદનશીલ નિર્ણય કર્યો છે. જેમાં રાજયમાં નીચાણવાળા વિસ્તારોમાં રહેતા લોકોને કાયમ માટે સ્થળાંતર કરવાની વિચારણા શ‚ કરવામાં આવી છે. રાજયમાં નદી કાંઠે, ડેમો નજીકના નીચાણવાળા વિસ્તારોમાં મોટા પ્રમાણમાં લોકો વસે છે. આ ઉપરાંત ઘણા સ્થળોએ તો પુરેપુરા ગામડા જ પુરનું જોખમ ધરાવે છે. આ વિસ્તારોમાં પુરની સ્થિતિ ભવિષ્યમાં પેદા ન થાય તે માટે લોકોનું કાયમી સ્થળાંતર કરી દેવામાં આવશે. આ માટે પુરેપુરી વસાહતો ઉભી કરવામાં આવે તેવી શકયતા છે.
અત્યાર સુધી પુર દરમિયાન જે નુકશાન થયું તેનાથી આગળ વધીને સરકાર દુરંદેશી વાપરી રહી છે અને ભવિષ્યમાં ફરી એક વખત આવા બનાવો ન બને તે માટે મહત્વના નિર્ણયો કરવાની તૈયારી શ‚ થઈ છે. મુખ્યમંત્રી વિજયભાઈ ‚પાણી કાયમી સ્થળાંતર બાબતનો નિર્ણય પણ ટૂંક સમયમાં જાહેર કરે તેવી સંભાવના દેખાઈ રહી છે. જે રીતે પુર પીડિતો માટે મુખ્યમંત્રી ‚પાણીએ સંવેદનશીલતા બતાવી છે તેના માટે લોકો દ્વારા પણ તેમને ખુબ આવકારવામાં આવી રહ્યાં છે.
કાયમી સ્થળાંતરનો નિર્ણય લેવામાં આવશે તો ફરી વખત પુર દરમિયાન લોકોને નુકશાન થશે નહીં અને દર વખતે પુર દરમિયાન લોકોના મોતના બનાવો બને તે તેના ઉપર પણ અંકુશ આવશે. જયારે વિજયભાઈ ‚પાણીએ ગુજરાતની ભાગદોડ સંભાળી ત્યારે સરકાર સંવેદનશીલ હોવી જોઈએ તેવું સૂત્ર આપ્યું હતું. તેમના પુર પીડિતો માટેના નિર્ણયો પરથી ખરેખર ગુજરાત સરકારની સંવેદનશીલતા દેખાઈ રહી છે.