કોવિડના કારણે વર્ષ ૨૦૨૧માં જીએસટી આવકમાં રૂ.૨.૩૫ લાખ કરોડનો ઘટાડો થવાની શકયતા: નાણામંત્રી
વૈશ્ર્વિક મહામારી કોરોના બાદ જીએસટીની આવકમાં ખુબ મોટુ ગાબડુ પડયું છે ત્યારે જીએસટી કાઉન્સીલની ૪૧મી બેઠક યોજાઈ હતી જેમાં નાણામંત્રીએ જણાવતા કહ્યું હતું કે, જીએસટી કલેકશન ઉપર કોરોનાને લઈ અસર જોવા મળી રહી છે. કોરોના મહામારીને લઈ નાણાકિય વર્ષ ૨૦૨૧માં જીએસટીની વસુલાતમાં ૨.૩૫ લાખ કરોડનો ઘટાડો થઈ શકે છે ત્યારે આ બેઠકમાં અપેક્ષા મુજબ કોઈ મોટા નિર્ણયો લેવામાં આવ્યા ન હતા. બીજી તરફ ઓટો મોબાઈલ ક્ષેત્રમાં ઘટાડો થવાની વાત સામે આવી હતી પરંતુ તેને લઈ કોઈ નકકર નિર્ણય લેવાયો ન હતો. જીએસટી કાઉન્સીલ દેશનાં દરેક રાજયોને પોતાનો હિસ્સો કમ્પઝેશન સેસ મારફતે આપવામાં આવતો હોય છે ત્યારે જીએસટી કાઉન્સીલની બેઠકમાં નાણામંત્રી નિર્મલા સીતારામને જણાવ્યું હતું કે, રાજયો સમક્ષ કમ્પઝેશન અંગેના બે વિકલ્પો આપવામાં આવ્યા છે અને રાજયને એક સપ્તાહનો સમય પણ અપાયો છે.
વળતર માટે જે હિસ્સો જીએસટી કાઉન્સીલ રાજયોને આપશે તે અંગે અનેકવિધ ગંભીરતાપૂર્વક ચર્ચા પણ કરવામાં આવી હતી અને કાઉન્સીલે જે વિકલ્પો આપ્યા છે તેમાં પ્રથમ વિકલ્પ એ છે કે કેન્દ્ર ઋણ લઈ એટલે કે લોન લઈ રાજયને તેનો હિસ્સો આપે જયારે બીજો વિકલ્પ એ છે કે ખુદ રાજયો રીઝર્વ બેંક ઓફ ઈનિડયા પાસેથી ઋણ લે. જીએસટી કાઉન્સીલની બેઠક દરમિયાન નાણા સચિવે માહિતી આપતા જણાવ્યું હતું કે, જીએસટી દરમાં કોઈ જાતનો વધારો કરવામાં આવ્યો નથી અને તેને લઈ કોઈ ચર્ચા પણ કરાઈ નથી ત્યારે ચાલુ નાણાકિય વર્ષમાં ૩ લાખ કરોડ રૂપિયાના કમ્પઝેશનની આશા દર્શાવાઈ છે ત્યારે નાણાસચિવના જણાવ્યા મુજબ રાજયનાં જીએસટી કમ્પઝેશન માટે એપ્રિલથી જુલાઈની અવધી દરમિયાન રૂા.દોઢ લાખ કરોડ બાકી રહ્યા હોવાનું પણ સામે આવ્યું છે ત્યારે હવે જીએસટી દરમાં જે વધારો કે ઘટાડો કરવામાં આવ્યો ન હોવાથી હાલ કાઉન્સીલ દેશને તેનો હિસ્સો આપવા માટે વિચારી રહી છે જેના ભાગરૂપે સેસની અવધીમાં પાંચ વર્ષનો વધારો પણ કર્યો છે. અનેકવિધ ટેકસ ક્ધસલટનનું માનવું છે કે, જે સેસની અવધી પાંચ વર્ષ કરવામાં આવી છે તેમાં ઘટાડો કરવામાં આવે.
આર્થિક સલાહકાર અને નાણા સચિવનાં જણાવ્યા મુજબ મુખ્યત્વે કમ્પઝેશન સેસમાં જે સેસની આવક ઉદભવિત થતી હોય છે ત્યારે તમાકુ, ઓટો મોબાઈલ જેવા લકઝરી આઈટમો પર કર લગાવવામાં આવે છે. કલેકશનથી જે ફંડ ઉભુ થાય છે તેનાથી રાજયોનો જે હિસ્સો છે તે આવકની ભરપાઈ પણ કરવા માટે જીએસટી કાઉન્સીલ હરહંમેશ તત્પર રહેતું હોય છે પરંતુ લોકડાઉનનાં સમયગાળા દરમિયાન આ ફંડમાં કેટલીક ખાસ રકમ મળી નથી જેના કારણે કેન્દ્ર સરકારને રાજયોની આવક અને તેનો હિસ્સો ચુકવવા માટે મુશ્કેલીનો સામનો પણ કરવો પડયો છે.