વિકાસનાં દ્વાર વધુ મોકળા કરતી રૂપાણી સરકાર
રાજકોટની ટીપી સ્કીમ નં.૯, ઔડાની બે ડ્રાફ્ટ ટીપી સ્કીમ, ભાવનગરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં ૧૭, અમદાવાદની જ બે વેરીડ પ્રીલીમનરી ટીપી સ્કીમ તથા ગુડાની નં.૧૧ / એને મંજુરીની મહોર
૨૦૧૮ તથા ૨૦૧૯માં સતત બે વર્ષ સુધી વિજયભાઈએ ૧૦૦-૧૦૦ ટીપી સ્કીમ મંજુર કરી, ચાલું વર્ષે ૫૦ ટીપી સ્કીમને મંજૂરી આપી
રાજયમાં વિકાસના દ્વાર વધુ મોકળા કરતો વધુ એક નિર્ણય રૂપાણી સરકાર દ્વારા લેવામાં આવ્યો છે જેમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી દ્વારા એક સાથે રાજયની ૭ ટીપી સ્કીમોને મંજુરીની મહોર લગાવવામાં આવી છે. અમદાવાદ, ભાવનગર અને ગાંધીનગરની ટીપી સ્કીમોને લીલીઝંડી આપવામાં આવતા ત્યાં વિકાસના નવા દ્વાર ખુલવાના છે.
કોરોના કાળમાં પણ વિકાસની પિચ પર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની ઝંઝાવાતી બેટીંગ ચાલું રહી છે. તેમણે એક જ દિવસમાં ૭ ટી.પી સ્કીમને મંજૂરી આપી છે. ઔડાની બે ડ્રાફ્ટ ટીપી સ્કીમ, ભાવનગરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં ૧૭, અમદાવાદની જ બે વેરીડ પ્રીલીમનરી ટીપી સ્કીમ તથા ગુડાની નં.૧૧ / એ તથા રાજકોટની ટીપી ૯ ને મંજૂરી આપી છે. ઉલ્લેખનીય છે કે, ૨૦૧૮ તથા ૨૦૧૯માં સતત બે વર્ષ સુધી ઈખ વિજયભાઈએ ૧૦૦-૧૦૦ ઝઙ સ્કીમ મંજુર કરી, ચાલું વર્ષે ૫૦ ટીપી સ્કીમને મંજૂરી આપી છે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ૨૦૨૦ના વર્ષમાં જે વધુ ૭ ટી.પી ને એકસાથે મંજૂરી આપી છે તેમાં ઔડાની બે ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં . ૪૩૦ વિસલપુર તથા નં .૪૩૭ ( વિસલપુર નવાપુર – સનાથલ ) તેમજ ભાવનગરની ડ્રાફ્ટ ટીપી સ્કીમ નં ૧૭ ( અધેવાડા ), અમદાવાદની જ બે વેરીડ પ્રીલીમનરી ટીપી સ્કીમ નં .૧ ( મેમનગર ) અને નં . ૪૭ ( મોટેરા કોટેશ્વર ) તથા બે ફાયનલ ટીપી સ્કીમ જેમાં ગુડાની નં . ૧૧ / એ અડાલજ તથા રાજકોટની ટીપી ૯ ને મંજૂરી આપી છે. ઔડા વિસ્તારની વધુ બે ડ્રાફ્ટ સ્કીમ મંજૂર થવાથી ખાસ કરીને વિસલપુર – સનાથલ – નવાપુર વિસ્તારની વધુ પ ૩૫ હેકટર્સ જમીનના આયોજનને આખરી ઓપ મળશે. આ બે ડ્રાફ્ટ ટીપી સ્કીમથી સત્તામંડળને ૧૩૪ જેટલા જાહેર હેતુના પ્લોટો પ્રાપ્ત થશે. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ ગુજરાતને કોરોના સંકટને કારણે થયેલા આર્થિક નુકસાનને ભરપાઈ કરવા અપ્રતિમ વિકાસ સાધવાનું આહવાન આપ્યું છે. આ ઝઙ મંજુર થવાથી જબરો વિકાસ સધાશે, રોજગારની તકો ઉભી થશે. તેમણે રાજ્યમાં આયોજનબદ્ધ શહેરી વિકાસ માટે મહત્વપૂર્ણ ટૂલ એવા ડી.પી , ટી.પી.ની મંજૂરીમાં ગતિશીલતા અને પારદર્શીતાના અભિગમ સાથે જે ૭ ટી.પી સ્કીમ મંજૂર કરી છે તેમાં ૩ ડ્રાફટ ટી.પી , ૨ પ્રીલીમીનરી તેમજ ૨ ફાયનલ ટી.પી.નો સમાવેશ થાય છે . મુખ્યમંત્રી રૂપાણીએ આ ૭ ટી.પી ને મંજૂરી આપતાં ૨૦૨૦ ના વર્ષમાં રાજ્યમાં ટી.પી ડી.પી.ની મંજૂરીનું અર્ધશતક પાર થયું છે. આ એક જ વર્ષમાં તેમણે ર૪ ડ્રાફટ ટી.પી, ૧૩ પ્રિલીમનરી ટી.પી અને ૭ ફાયનલ ટી.પી તેમજ ૩ ડ્રાફટ ડેવલપમેન્ટ પ્લાન સાથે ૫૦ ટી.પી , ડી.પી.ની પરવાનગીઓ આપી છે. મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ રાજ્યના શહેરી ક્ષેત્રોના વિકાસ સાથે આર્થિક – સામાજીક રીતે નબળા વર્ગોના લોકો માટે આવાસ નિર્માણ, જાહેર સુવિધાઓ તેમજ ઇન્ફાસ્ટ્રકચર ફેસેલિટીઝ માટે સત્તાતંત્રોને જમીન સંપ્રાપ્ત કરાવવાનો નિર્ણાયક અભિગમ અપનાવ્યો છે.