ફાકી ખાનારાઓ માટે માઠા સમાચાર
તમાકુ ઉપર સેસ વધારો ઝીંકાતા કંપની બપોર બાદ આગામી પગલા જાહેર કરશે તેવી વહેતી થયેલી વાત
તમાકુ ઉપર ઝીંકાયેલા સેસ વધારાના પગલે આવતીકાલથી ૧૩૮ તમાકુ નહીં મળે તેવી બજારમાં અફવા ફેલાઈ હોવાનું સામે આવ્યું છે. જો કે, આ અંગે હજુ કોઈ સત્તાવાર માહિતી પ્રાપ્ત થતી નથી. વધુમાં સુત્રોના જણાવ્યાનુસાર બપોરબાદ કંપની દ્વારા આગામી પગલા જાહેર કરવામાં આવશે તેવું જાણવા મળી રહ્યું છે. એકાદ અઠવાડિયા પૂર્વે તમાકુ પર લગાવવામાં આવતી સેસમાં વધારો કરાયો હોય. ૧૩૮ તમાકુ ઉપર વધુ સેસ લાગવાની હોવાનું સુત્રોમાંથી જાણવા મળ્યું છે. જેને કારણે કંપની દ્વારા તમાકુનું ઉત્પાદન બંધ કરી દેવામાં આવે તેવી અફવાઓ વહેતી થઈ છે. જો કે, અંદરખાને આ વાત ખુબ પ્રસરી હોય, લાગતા વળગતા વેપારીઓએ તમાકુનો સ્ટોક પણ કરી લીધો હોવાનું જાણવા મળી રહ્યું છે. બીજી તરફ એવી પણ વાત મળી રહી છે કે, સેસ વધારા બાદ હવે શું કરવું તે અંગે કંપની દ્વારા બપોરબાદ નિર્ણય લેવામાં આવનાર છે. ઉલ્લેખનીય છે કે, ૧૩૮ તમાકુ પર ૧૬૦ ટકા જેટલી સેસ લાગે છે. હજુ પણ જો સેસ વધશે તો બંધાણીઓના ખીસ્સા હળવા થશે.