અખિલ હિન્દ મહિલા પરિષદ દ્વારા મહિલા સશકિતકરણ પખવાડિયાની ઉજવણી અંતર્ગત ગુજરાત સરકારના મહિલા અને બાળ કલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવેએ ઉદધાટન કરી સંબોધન કર્યુ
ગુજરાત સરકાર દ્વારા આયોજીત મહિલા પરિષદ દ્વારા ૧૪ દિવસના વિવિધ કાર્યક્રમો અને પ્રકલ્પોનું આયોજન કરી ઉજવણી કરવામાં આવી હતી. સતત ૧૪ દિવસ સુધી ચાલેલા આ પખવાડીયાનું ઉદધાટન ગુજરાત સરકારના મહિલા અને બાળકલ્યાણ પ્રધાન વિભાવરીબેન દવેએ કર્યુ હતું અલિખ હિંદ મહિલા પરિષદના રાષ્ટ્રીય ઉપાઘ્યક્ષ ડો. ભાવનાબેન જોશીપુરાની પ્રેરણાથી આયોજીત ૧ થી ૧પ ઓગસ્ટ સુધીના વિવિધ ઉપકમોનું આયોજન રાજકોટના અલગ અલગ વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું.
વિભાવરીબેન દવે મહિલા સશકિતકરણ પખવાડીયાનું ઉદઘાટન કરતાં જણાવ્યું હતું કે ગુજરાત સરકારે છેલ્લા થોડા વર્ષોથી મહિલાઓના સર્વાગી વિકાસ તેમજ સશકિતકરણને ઘ્યાનમાં રાખી અને વિવિધ આયામોને આવરી લઇ અને મહિલા પખવાડિયાનું આયોજન કર્યુ છ અને તેની અંદર ખાસ કરીને સુરક્ષા, બેટી બચાવો બેટી પઢાવો, મહિલા સ્વાવલંબન દિવસ, આરોગ્ય, નેતૃત્વ, શિક્ષણ સ્વચ્છતા, કલ્યાણ સહીત આયામોને આવરી લેવામાં આવ્યા છે. વિભાવરીબેન દવે અખિલ હિંદ મહિલા પરિષદને તેમજ ભાવના જોશીપુરાને આટલા સુંદર આયોજન માટે ખાસ અભિનંદન આપતા જણાવ્યું હતું કે મહિલા સશકિતકરણ પખવાડીયાની અંદર ગુજરાત સરકારના પ્રયત્નોમાં સ્વૈચ્છીક સંસ્થાઓની ભૂમિકા ખુબ જ સરસ રહી છે.
ગુજરાતના મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ પણ રાજયની મહિલાઓનું સાચા અર્થમાં સશકિતકરણ થાય તે માટે મહિલાઓની ઉપયોગી એવી વિવિધ યોજનાઓની શરુઆત કરી છે. તે ખાસ ઉ૫લ્લેખનીય છે. વિભાવરીબેન દવે વધુમાં ઉમેર્યુ હતું કે ગુજરાતમાં મહિલાઓ સુરક્ષિત અને સક્ષમ રહી સર્વ ક્ષેત્રમાં આગળ આવે તે ગુજરાત સરકારની નેમ છે.
આ પ્રસંગે વિભાવરીબેન દવેએ ગુજરાતભરની સંગઠનોના પ્રતિનિધિઓની ઉ૫સ્થિતિ દ્વારા આ પખવાડીયાનું ઉદઘાટન કર્યુ હતું. પ્રવર્તમાન પરિસ્થિતિ એટલે કે કોરોનાની સ્થિતિને કારણે ઓનલાઇન વચ્યુઅલ પ્રકારે કાર્યક્રમનુ આયોજન મહિલા સંગઠન અખિલ હિંદુ મહિલા પરિષદે કર્યુ હતું. વચ્યુઅલ ઓનલાઇન સમારોહમાં અખિલ હિંદ મહિલા પરિષદના રાષ્ટ્રીયફ ઉપાઘ્યક્ષ ભાવનાબેન જોશીપુરા, રાજકોટ જિલ્લા મહિલા અને બાળકલ્યાણ કચેરીના ડો. જનકસિંહ ગોહિલ, દાહોદથી મહિલા પરિષદના વેસ્ટ ઝોનના ઝોનલ ઓર્ગેનાઇઝર હેમાબેન શેઠ તેમજ આ ઉપરાંત જીલ્લા રક્ષણ અધિકારી કિરણબેન મોણીયાણી મહિલા પરિષદના મંત્રી પ્રવીણાબેન જોશી, મહિલા પોલીસ અધિકારી સેજલબેન પટેલ, આશાબેન મદલાણી, તેમજ ગુજરાતભરમાંથી ખાસ કરીને દેશભરની મહિલા કાર્યકર્તાઓ આ ઓનલાઇન કાર્યક્રમમાં જોડાયા હતા.
અખિલ હિંદ મહિલા પરિષદ દ્વારા સશકિતકરણ પર્વની ઉજવણીના સંદર્ભની અંદર ખાસ કરીને મહિલા સુરક્ષા અને ઘ્યાનમાં રાખી અને સમાજ સુરક્ષા વિભાગ તેમજ રાજકોટના પોલીસતંત્રને પણ સાંકળવામાં આવેલ હતું. મહિલા પોલીસ અધિકારી સેજલબેન પટેલે દુર્ગા શકિતની ટીમ સાથે મહિલાઓ અને સુરક્ષામાં પોલીસ તંત્ર કેવી રીતે સક્રિય છે. અને પોલીસની મદદ કેવી રીતે મળી શકે તે અંગે જાણકારી આપી હતી.