‘કાયાપલટ’ના સ્થાપક અંજુબેન પાડલીયા સાથે ‘અબતક’ ચાય પે ચર્ચા: ટ્રેનિંગ સેન્ટરના માધ્યમથી અનેક યુવક-યુવતીઓની કેરીયરની પણ ‘કાયાપલટ’ થઈ
કુમકુમ બ્યુટી પાર્લરના ઓનર સાથે બહુમુખી પ્રતિભા ધરાવતા અંજુબેન પાડલીયાએ ‘અબતક’ સંગાથેની ‘ચાય પે ચર્ચા’માં નિખાલસ હૃદયપૂર્વક સ્ત્રીના સૌંદર્ય વિશેષની સામાન્ય સ્ત્રી ધારે તો ઊંચાઈના શીખરો સર કરી શકે છે. તેમજ પોતાની નવી પ્રોડકટ કાયાપલટની વિશેષ ચર્ચા કરી અને તેમના ટ્રેનિંગ સેન્ટર હેઠલ ઘણા યુવાઓ તૈયાર થઈ સ્વનિર્ભર બન્યા છે. તેમજ મહિલાઓને ઘરબેસી આત્મનિર્ભર બનાવવામાં પણ તેમની આ કાયાપલટ પ્રોડકટ મહત્વનો ભાગ ભજવશે. આ સાથે પોતાના જીવનના સંઘર્ષ અને આત્મવિશ્ર્વાસની પણ વાત કરી અન્ય મહિલાઓ અને સમાજ માટે તેઓ પ્રેરણા સમાન બન્યા છે.
પ્રશ્ર્ન: કુમકુમ બ્યુટી પાર્લર શરૂ કરવાનો વિચાર આપને કેવી રીતે આવ્યો?
જવાબ: સામાન્ય રીતે વિચારો પરિસ્થિતિને અનુરૂપ હોય છે. પરંતુ અમારી પરિસ્થિતિ નબળી હોવા છતાં મેં મનોબળ મજબૂત રાખ્યું અને બ્યુટી પાર્લર શરૂ કરવાનું વિચાર્યું તેમજ હુ ૧૧ વર્ષની ઉંમરથી આ વ્યવસાય સાથે જોડાયેલી છું અને એમ પણ કહી શકાય કે ભગવાન તરફથી મને આ ગીફટ મળી છે.
પ્રશ્ર્ન: પરિવાર તરફથી કેવો સપોર્ટ મળી રહે છે?
જવાબ: પરિવારનો મને ખૂબ સપોર્ટ મળી રહે છે અને ખાસ તો મારા બાળકોનો મોટો સિંહફાળો છે જેઓ મારું મનોબળ મજબૂત કરે છે.
પ્રશ્ર્ન: તમારા મને પરિશ્રમની વ્યાખ્યા શું છે?
જવાબ: ‘હાર્ડ વર્ક’ એ જ સાચી પરિશ્રમની વ્યાખ્યા છે. સખત મહેનત અને સાચો રસ્તો આપ નક્કી કરી લો એટલે તમે જે ઈચ્છો એ શક્ય બની શકે છે.
પ્રશ્ર્ન: લોકો એક વ્યવસાય કે પ્રોફેશનને વળગી રહે છે ત્યારે આપ વિવિધ પ્રોફેશન અને વ્યવસાયને અજમાવ્યું છે અને સફળ થયા છો એ કઈ રીતે થઈ શકે?
જવાબ: સાચી વાત કરું તો માત્ર એક વ્યવસાય કે પ્રોફેશનને તમે પકડી રાખો તો કદાચ ક્યારે તમે એમાંથી જોઈએ એવી નામના કે આર્થિક સધ્ધરતા ન મેળવી શકો તમે તમારા જ ફિલ્ડમાં રહીને વધુ આગળ નીકળી શકો જો સાથે અન્ય પ્રોફેશનને તમે સ્વીકારો અને તેમાં તમારું સો ટકા આવો તમારી મહેનત ક્યારે નિષ્ફળ જતી નથી એટલું યાદ રાખજો.
પ્રશ્ર્ન: બ્યુટી પાર્લર સાથે તમે પોતાનું ટ્રેનિંગ સેન્ટર પણ ચલાવો છો તો આપ કઈ રીતે આ બંન્નેનું મેનેજમેન્ટ કરો છો?
જવાબ: ટ્રેનિંગ સેન્ટર અથવા આપ એકેડમી પણ કહી શકો જે મે માત્ર મહિલાઓ અને છોકરીઓના હિત માટે શરૂ કર્યું. તેઓ પોતાના પગભર થઈ શકે તેમજ આ મારો આત્મનિર્ભર તરફ તો મોટો પ્રયાસ છે. દરેક મહિલા પોતાની જાત પર નિર્ભર રહી શકે તેવા ઉદેશ્યથી શરૂ કર્યું છે.
પ્રશ્ર્ન: લોકડાઉનનો સદ્ઉપયોગ કરી તમે કાયાપલટ નામની પ્રોડકટનું સંશોધન કર્યું છે તેને લઈ આપતા વિચારો કેવી રીતે ઉપયોગી બની શકે છે?
જવાબ: લોકડાઉન સમયમાં લોકોને મનોરંજન આપવા દરેક ક્ષેત્રના લોકોએ ખૂબ સરસ પ્રોગ્રામ કરી તેમજ વિવિધ રીતે મનોરંજીત કર્યા પરંતુ મેં કંઈક અલગ વિચાર્યું હતું. ત્યારે એક નેચરોથેરેપીસ્ટ તરીકે મેં જોયું કે માટી અને પાણીનો ઉપયોગ કરી લોકોને કંઈક નવું આપવું છે જે તેમના સ્વાસ્થ્ય અને માનસીકતાને ઉપયોગી બની શકે તેમજ શરીરની ચરબીને ઓગાળવી શકે તે હેતુથી કાયાપલટનું સંશોધન કર્યું છે.
પ્રશ્ર્ન: વેટ લોશ પ્રોડકટની વાત કરી તો બજારમાં અઢળક પ્રોડકટ મળી રહે છે ત્યારે કાયાપલટમાં કઈ એવી વિશેષતા છે જે અન્ય પ્રોડકટથી અલગ પડે છે?
જવાબ: હું બીજાના પ્રોડકટની વાત નહીં કરું પરંતુ મેં મારી પ્રોડકટ પર મે ૩૬૫ દિવસ સંશોધન કર્યું છે. તેમજ જે આપણે પાંચ તત્ત્વો છે તેને અનુલક્ષી તે કાયાપલટ પ્રોડકટ તૈયાર કરવામાં આવી છે. કાયાપલટ એ આપણી ખરી સૌંદર્યતાને નિખારે એટલે આ નામ રાખ્યું છે. તેમજ મુખ્યત્વે અમે ત્રણ વસ્તુ તો વધારે ખ્યાલ રાખ્યો છે જેમ કે વેટ લોસ, ઇચ લોસ, ફેટ લોસ જેન કાળાપલટ પ્રોડકટ દ્વારા આસાનીથી ઘટાડી શકાશે.
પ્રશ્ર્ન: તમે સામાજિક કાર્યો અને સમાજના ઉત્પાન માટે સમાજીક કાર્યકરતા તરીકે કામકર્યુ છે. ત્યારે આ પ્રોડકટથી કઇ રીતે સમાજને ફાયદો થઇ શકશે.
જવાબ: ઘણા સમયથી હુ સમાજીક કાર્યોથી જોડાયેલા છુ તેમજ ઘણી સંસ્થાઓ સાથે મળી સારા કાર્યો કર્યા છે. ત્યારે વડાપ્રધાન મોદીએ પણ આત્માનીર્ભર તરફ લોકોને વળવાની અપીલ કરી છે. ત્યારે મારી આ પ્રોડકટ પણ નેતો એક ભાગ છે. ઘર બેઠા ઘણી મહિલાઓ આ પ્રોડકટનુ વેહચાણ કરી મહીનાની સારી આવક મેળવી શકશે આ પ્રોડકટ અમે મહિલાઓ ના લાભ માટે અને આત્મનીર્જય તરફનુ પેહલુ પગલુ ભર્યુ છે.
પ્રશ્ર્ન: રાજકોટથી ગ્લેમબ્લીઝ એવોર્ડ સુધીની પસંદગીને આપ કઇ રીતે જોવો છો?
જવાબ: ગ્લેમબ્લીઝ એવોર્ડ માટે તેની સીલેકશનની ટીમ સ્કીય હોય છે. જે ઇન્સ્ટાગ્રામ, ફેસબૂકના પેજ પર તેઓ નિરીક્ષણ કરી ત્યાર બાદ પસંદ કરતા હોય છે. મને વિશ્ર્વાસ હતો કે મારા કામનેમે મારુ ૧૦૦ ટકા કરતા વધારે મહત્વ આપ્યું છે. ત્યારે ગ્લેમબ્લીઝ ૨૦૧૯માં મને એવોર્ડથી નવાજવામાં આવી હતી.
પ્રશ્ર્ન: આ પ્રોડકટને તમે કયારે લોકો સમક્ષ રજૂ કરવાના છો?
જવાબ: આવતી ૧૫ તારીખથી આ પ્રોડકટ લોકો સમક્ષ રજૂ કરવામાં આવશે. તેમજ લોકો આ પ્રોડકટનો ઉપયોગ કરતા થઇ જશે તેમજ ગુગલ પ્લેટફોર્મ પર અને મારા દરેક સોસીયલ પ્લેટફોર્મ પરથી તમને આ પ્રોડકટ મળી રહેશે.
પ્રશ્ર્ન: કાળાપલટ પ્રોડકટએ વેટલોસ સાથે બીજા કેટલા કાયદાઓ લોકોને આપી શકે છે?
જવાબ: કાળાપલટ પ્રોડકટનો મલ્ટીપ્લસ ઉપયોગ કરી શકાશે. માત્ર વેટ લોસ, ઇચલોસ, ફેટલોસ, સહીત ઇમીયુનીટી શકિતમાં પણ વધારો કરી શકે છે. તેમજ નેચરલ થેરોપીનો અખૂટ ભંડાર આ પ્રોડકટમાંથી મળી શકે છે.