બગસરા નગરપાલિકાની સામાન્યસભા પાલિકા પ્રમુખ રસીલાબેન પાથર તથા ઉપપ્રમુખ નિતેષ ડોડીયાની ઉપસ્થિતિમાં યોજાઈ હતી જેમાં ચલાલાના ચીફ ઓફિસર ગોહિલ ઉપસ્થિત રહ્યા હતા. આ સભામાં રૂા.૨૭૭ લાખના કામોને બહાલી અપાઈ જેમાં નટવરનગરના લાલપુલથી બાયપાસ ચોકડી સુધી સી.સી.રોડ, કુકાવાવ નાકા મહાજનના વંડાથી આઈટીઆઈ સુધી સીસી રોડ તથા રાજકોટ રોડ સ્વામિનારાયણ મંદિરથી બાયપાસ ગેટ સુધી રોડ બનાવવામાં આવશે. આ સાથે નદીપરાના નવાપુલથી હજીરાપીર દરગાહ સુધી અને રતનેશ્ર્વર મહાદેવના મંદિરથી જુના પુલ થઈ મયુર સ્ટોરવાળા અસગરભાઈના ઘર સુધી મહાજનના વંડાથી બંગલી ચોક તથા મામલતદાર ઓફિસ સુખાભાઈના ગેરેજથી શાકમાર્કેટ સુધીના રોડના કામો મળી કુલ રૂા.૨૭૭ લાખના કામોને બહાલી આપવામાં આવી છે. આ મીટીંગમાં નગરપાલિકાના પૂર્વ પ્રમુખ રશ્ર્વિનભાઈ ડોડીયા, એ.વી.રીંબડીયા, છગનભાઈ હિરાણી સહિતના સદસ્યો ઉપસ્થિત રહેલ.
Trending
- આજે ઉત્પન્ના એકાદશી વ્રત,જાણો મહુર્ત, વ્રત કથા અને પારણાં સમય
- આજનું રાશિફળ : આ રાશિના જાતકોને ગુરુકૃપાથી કાર્ય સિદ્ધ થાય, ધ્યાન-યોગ-મૌનથી લાભ થાય, આધ્યાત્મિક ચિંતન થાય, શુભ દિન.
- કાચા પપૈયામાંથી બનાવો આ મીઠાઈ, મહેમાનો રેસીપી પૂછશે
- બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો ચેતી જજો !
- બંધારણમાંથી ‘સમાજવાદી’ અને ‘ધર્મનિરપેક્ષ’ શબ્દો હટાવવામાં નહીં આવે, SCએ આપ્યો ઐતિહાસિક નિર્ણય
- પરફેક્ટ નાસ્તો : ઘરે જ બનાવો ચટાકેદાર ખાટી-મીઠી શક્કરિયાની ચાટ
- Tasty and Healthy: શિયાળામાં ટ્રાય કરો પ્રોટીનયુક્ત મગફળીની કઢી, આ રહી રેસીપી
- #MaJaNiWedding : ગુજરાતી સેલિબ્રીટીઝ રંગાયા મલ્હાર-પૂજાની હલ્દીના રંગમાં