રાજવીકાળનો કોઠો ધરાશાયી થયાબાદ કાટમાળ ખસેડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.
ગોંડલની ગોંડલી નદીના કાંઠે શાક માર્કેટ પાસે આવેલ રાજવીકાળનો કોઠો એકાએક ધરાશાયી થવા પામ્યો હતો. કોઠો ધરાશાયી થવાની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી. ત્યારે નદી કાંઠાની ગઢની રાંગ પર ગોંડલના પ્રજાવત્સલ મહારાજા સર ભગવતસિંહજી પહેલાના રાજવીએ બંધાવેલ કોઠો ધરાશાયી થતાં ગોંડલની શાકમાર્કેટથી ભગવતપરા સામાકાંઠા વિસ્તારમાં જતો બેઠી ધાબીનો માર્ગ બંધ થઈ જવા પામ્યો હતો.માર્ગ પર કોઠાના કાટમાળ સાથે વૃક્ષો ધરાશય થતાં નગરપાલિકા તંત્રે તાત્કાલિક કાટમાળ દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી.