રવિવારે સવારે ૧૦ વાગ્યાથી વૃક્ષવંદન, તુલસીવંદનના કાર્યક્રમનું સોશિયલ મિડીયા દ્વારા જીવંત પ્રસારણ કરવામાં આવશે
હિન્દુ આધ્યાત્મિક સેવા સંસ્થાનની સ્થાપના માનવતાના સિધ્ધાંતોની સમજૂતી આપી સમાજને પ્રોત્સાહિત કરવાના ઉદેશથી કરવામાં આવી છે. માનવતાના સિધ્ધાંતને સમજવા માટે સંસ્થા દ્વારા જીવન મૂલ્યોને છ સિધ્ધાંતોમાં વહેચવામાં આવ્યા છે. એ પૈકીનું એક છે. પર્યાવરણ સંવર્ધન, જેના ભાગપે ૩૦ ઓગષ્ટ રવિવારે સંસ્થાન દ્વારા પ્રકૃતિવંદન કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે. સવારે ૧૦ વાગ્યાથી શ થનાર ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત વૃક્ષવંદન, તુલસીવંદનમાં જોડાવા સંસ્થાન દ્વારા આહવાન કરવામાં આવ્યું છે.
વર્તમાન સંજોગોને ધ્યાનમાં રાખીને યોગ્ય શારીરીક અંતર જળવાઈ રહે જયાંજ ર હોય ત્યાં મુખપટ્ટી પહેરીને તેનું પાલન કરીને નૂતન અભિગમ સાથે પ્રકૃતિવંદન કાર્યક્રમનું ઓનલાઈન આયોજન કરવામાં આવ્યું છે.
ગુજરાતમાં આ કાર્યક્રમ દરમિયાન આપણે બધાએ એક જ સમયે પોત પોતાના પરિવારમાં સૌ સાથે મળીને ઘરમાં, ઘરનાં બગીચામાં અથવા નાના નાના જુથમાં જાહેર બગીચાઓમાં યોગ્ય શારીરીક અંતર જળવાઈ રહે તે રીતે માસ્ક પહેરીને વૃક્ષ વંદન કે તુલસી વંદન કરાશે એક સાથે મંત્રોચ્ચારના ગાન સાથે વૃક્ષ વંદન અને વૃક્ષ આરતી થશે. આ તકે ગુજરાતનાં પૂજનીય સંતોનાં આશીર્વચન પ્રાપ્ત થશે.
આ કાર્યક્રમમાં ધાર્મિક સંસ્થાઓ મઠ-મંદિર, આશ્રમ વગેરેના અનુયાયીઓ, સામાજીક સંસ્થાઓ, શૈક્ષણીક સંસ્થાઓ, ઉદ્યોગ અને વ્યાપારી સંસ્થાઓનાં કાર્યકર્તાઓ અને કર્મચારીઓ, વ્યવસાયીકો પરિવારો અને સમાજના બધા જ ક્ષેત્રમાંથી વિશાળ સંખ્યામાં લોકો ભાગ લે અને આ સંદેશના પ્રસારણ દ્વારા વધુમાં વધુ લોકા આમાં સહભાગી થાય તેવું સંસ્થાની યાદીમાં જણાવાયું છે.