સાધુ સંતોના દસ રૂમમાં ફર્નીચરનું કામ ટુંકમાં થશે
ન્યારા ખાતેનાં સદગુરૂ આશ્રમે બે મંદિરોનાં શિખરનાં કામ પૂર્ણ થઈ ગયા છે. ને બે મંદિરો શિખરના કામ ચાલુ છે.
સાધુ સંતોના બનેલા નવા ૧૦ રૂમ માટે ફર્નીચર બનાવવાનું કામ ટુંક સમયમાં ચાલુ થશે તેમ આશ્રમની એક યાદીમાં જણાવાયું છે.યાદીમાં જણાવ્યામુજબ સદગુરૂ સ્વામિ હરીચરણદાસજી બાપુ ન્યારા પધારેલા હતા તેમજ તેમના આશીર્વાદથી બીજા શિખરનું કામકાજ ચાલુ કર્યું હતુ બાપુ ન્યારાના ર્જીણોધ્ધારના કામમાં અમીદ્રષ્ટી કરી હતી. તેમજ સહજ હાસ્ય સાથે આ આશ્રમ મોટા ગુરૂજીનો છે તે પણ ખૂબ જ મોટો થશે, ભવ્ય થશે, બધા આશ્રમની હરોળમાં આવી જશે અને મોટા ગૂરૂદેવ જ રણછોડદાસજી બાપુએ તો ત્યાં સુધી કહ્યુંં છે કે ન્યારા જગસે પ્યારા હોગા તેને નાના ગૂરૂદેવ હાસ્ય સાથે સહમત થયેલ હતા.
બાપુનો રાજીપો લેવા તથા આગામી ૨૦૨૫ ના ભવ્યથી ભવ્ય પ્રોગ્રામમાં કોઈ જાતની કોઈને તકલીફ પડે નહી તે જોતા હાલ નવા દસ રૂમ સાધુ સંતો માટે ખાસ ફાળવવાના હોય તે રીતે ફર્નીચર બનાવવાનું કામ નકકી થયેલું છે. પૂરૂદેવ ભગવાનની પ્રતિમાને ૧૦૦ વર્ષની ઉજવણીમાં કોઈ કમી રહે નહી તેમ દરેક સૌ સૌની રીતેઆ કાર્યમાં તન, મન, ધનતી લાગી રહ્યા છે. પંખા બધા જ આવેલ છે તથા હરેશભાઈ રાજા તથા તેના ગ્રુપ તરફથી દરેક બાથરૂમમાં તથા ટોઈલેટ તથા ગેન્ડી બધુજ સિરામીક લલીતભાઈ ચંદારાણા તથા ઉપેન્દ્રભાઈ કાથરાણી, મોરબીવાળા તરફથી આવ્યા છે. અન્ય પણ ર્જીણોધ્ધારમાં નાની મોટી વસ્તુ આશ્રમમાં દઈ અને પૂણ્યનું ભાથું બાંધીને ધન્ય બની રહ્યા છે. બાપુએ તેની અમૃતવાણી પ્રવચનમાં દરેક ગૂરૂભાઈઓ તથા બહેનોને ન્યારાને સાથ આપવો તે સૌની ફરજ છે. તેવા આશીર્વાદ આપ્યા હતા. આશ્રમનો દર્શનનો સમય સવારે ૭.૩૦ થી ૧૨.૩૦ સુધી તથા બપોરે સમય ૩.૩૦ થી ૮.૩૦નો છે. વધુ વિગતો માટે મો. ૯૮૨૫૪ ૨૪૬૦૪ ઉપર સંપર્ક કરવા જણાવાયું છે.