જિલ્લા કલેકટરને કોંગ્રેસનું રોષપૂર્ણ આવેદન
કોવિડ હોસ્પિટલના નામે પ્રજાને લૂંટવાનો કારસો ચાલી રહ્યો હોવાનો આક્ષેપ કરી કોંગ્રેસ દ્વારા જિલ્લા કલેકટરને આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં જણાવાયું હતું કે, રાજકોટમાં વિવિધ સ્થળે કોવીડ હોસ્પિટલો ચાલુ થઈ છે. આમાં હોટેલોને પણ આપે હોસ્પિટલ તરીકે મંજૂરી આપી છે. હોટલના રૂમમાં રહેતા-રખાતા દર્દીઓને ક્યા ડોકટર દિવસમાં કેટલીવાર ચેક કરે છે ? હોટેલમાં સેન્ટ્રલ ઓકસીજન સપ્લાય કે વેન્ટીલેટર છે ? આવા દર્દી પાસેથી રોજ ૮૦૦૦ રૂા. કે તેથી વધુ લેવાય છે તે આપે ક્યારે ચેક કર્યું ? ૮૦૦ રૂા.માં રૂમ ભાડે આપતી હોટેલ ૮૦૦૦નું રોજનું બીલ બનાવે ? આ સારવાર ઘરે ના થઈ શકે ?
વિવિધ હોસ્પિટલને કોરોનાના દર્દીને સારવાર કરવા વ્યવસ્થા કરવા કહ્યા પછી કેટલી હોસ્પિટલે વ્યવસ્થા કરી ? પોતે કરી કે થર્ડ પાર્ટી કોન્ટ્રાકટ આપી પ્રજાને લૂંટવાનું ચાલુ કયું ? આ બાબત પણ આપે તપાસ કરવી તેવી અમારી માંગણક્ષ છે. કોવીડ સેન્ટરમાં સારવાર લઈ ચૂકેલા દર્દીઓનું કેસ પેપરનું મેડિકલ ઓડીટ કરાવવું અને બીલનું પણ ઓડીટ કરાવવા અમારી માંગણી છે. પ્રજામાં કોરોનાનો ‘હાઉ’ ઉભો થયો છે. તેનો ઉપયોગ કરી પ્રજાને લૂંટની હોસ્પિટલ પર લગામ-લગાવવાની માંગણ માગણી છે.