દોઢ કલાક રોડ ઉપર ચક્કાજામ, વાહનોની બે કિ.મી. સુધી કતારો લાગી
અધિકારીઓને ધોળા દિવસે તારા દેખાડ્યા બાદ મહિલાઓ રસ્તા પરથી હટી
ધોરાજીનાં જેતપુર રોડ પર અને અવેડા લાઈન વિસ્તારમાં છેલ્લા ઘણાં સમયથી વરસાદી પાણી ભરાયા હોય અને આજ વિસ્તારમાં ધાર્મિક સ્થળો આવેલ હોય અને વરસાદી પાણીનો નિકાલ ન હોય જેથી ધાર્મિક સ્થળો અને સ્થાનિક લોકો નાં ઘરોમાં પાણી ભરાયેલા રહેતા હોય ત્યારે નગરપાલિકા તંત્ર ને અનેક વખત રજુઆત કરવા છતાં આનું નિરાકરણ આવતું ન હતું જેથી આજરોજ ત્યા સ્થાનિક લોકો દ્વારા ધોરાજીનાં જેતપુર રોડ પર આવેલ રાજાણીનાં દવાખાનામાં પાસે અવેડા લાઈન ના સ્થાનિક મહીલા ઓનો રસ્તા રોકો આંદોલન કાર્યક્રમ કરવામાં આવ્યો નગરપાલિકા હાય નાં નારા લગાડીને રોષ વ્યકત કર્યો હતો અને એક દોઢ કલાક સુધી આ ચક્કાજામ કાર્યક્રમ ચાલ્યો પોલીસ અધિકારી ઓ સ્થળ પર પહોંચ્યા અને સમજાવવાનો પ્રયત્ન કર્યો પણ ગુસ્સે ભરાયેલાં મહીલા ઓ તસનીમસ ન થઈ આ ચક્કાજામ સમયે બે કિલોમીટર ની વાહનોની લાંબી લાઈનો જોવાં મળી હતી આ સમયે મામલતદાર અને ચીફ ઓફિસર તથા અન્ય જવાબદાર અધિકારી ઓ એ પણ સમજાવવાનો પ્રયાસ કર્યો પણ મહીલા ઓ દ્વારા લેખીતમાં બાહેધરી ની માંગ અને આ સમસ્યાનો ઉકેલ તાત્કાલિક ધોરણે કરવામાં આવે તો સથાનિક મહીલા ઓ તથા આગેવાનો સમજવાં તૈયાર હતાં અને ત્યાર બાદ યોગ્ય ખાત્રી અને આગેવાન એવાં વિઠ્ઠલ ભાઈ હિરપરા ની હાજરી માં મામલો થાળે પડ્યો હતો.