મહિલાઓના માનવ અધિકારોના રક્ષણ સાથે તેના સર્વાંગી વિકાસમાં સમાજનો સહયોગ જરૂરી; પુરૂષ પ્રધાન દેશમાં આજે પણ ‘જેન્ડર બાયસ’ જોવા મળે છે અને તેના પહેરવાથી લઇ ભણવા સુધીના તમામ નિર્ણયો પરિવાર લે છે !!
અધિકાર સંરક્ષણ માટે તથા સમાજમાં તેમને સમાન દરજજો મળે તેવા ઉદ્દેશથી ર૬ ઓગષ્ટે દર વર્ષે ‘વુમન ઇકવાલિટી’ દિવસની ઉજવણી કરવામાં આવે છે. ૧૯૭૩થી આ દિવસની ઉજવણી વિશ્ર્વભરમાં કરવામાં આવે છે. જો કે આવા સેલીબ્રેશન કરવાં છતાં આજે આપણાં દેશમાં મહિલાઓને પુરૂષો જેવા અધિકારો મળતા નથી.
અમેરિકામાં ૧૯૨૦થી મહિલાઓ દ્વારા અધિકારો સંદર્ભે ચળવળ શરૂ કરેલ ને મતદાનના અધિકારો માટે લડત ચલાવેલી બૈનબ્રિજ કોલ્લીએ મહિલાઓના મતદાન અધિકારોને સંવૈદ્યાનિકરૂપમાં ઘોષણા કરી હતી. ૧૯૭૦માં મહિલાઓ દ્વારા હડતાલ પડાઇને ૧૯૭૩માં પુરૂષોની સાથે જ તેમને તમામ હકો મળવા જોઇએ તેવી માંગ સાથે ન્યુયોર્કમાં ર૬ ઓગસ્ટ ૧૯૭૩ને વિશ્ર્વ મહિલા સમાનતા દિવસ ઉજવણી કરવાનું નકકી કર્યુ, ભારત સરકારે પણ ૨૦૦૧ને મહિલા સ્વશકિત કરણ વર્ષ તરીકે જાહેર કર્યુ હતું.
દરેક રાષ્ટ્રના વિકાસમાં મહિલાઓનો ફાળો વિશેષ હોય છે. મહિલાઓની પૂર્ણ અને સમાન ભાગીદારી તેનું પ્રથમ કદમ છે પણ આજે પણ મહિલાઓના અધિકારો બાબતે ભેદભાવ જોવા મળે છે. મા-બાપ પણ છોકરા-છોકરી માટે અલગ વિચાર સરણી તથા મહિલાઓએ અમુક કામ તેને જ કરવાના છોકરો ન કરે તેવા નિયમો પરંપરાથી મહિલાઓનો વિકાસ રૂંધાય છે. મહિલાઓ માટે વિશેષાધિકારો કાનુની, સંસ્થાગત સેવા મળવી જોઇએ વિદેશોમાં શિક્ષણ વ્યાપને કારણે થોડો સુધાર થયો છે પણ અવિકસીત દેશોમાં હજી મહિલાઓ માટે સમસ્યા છે. જ વૈશ્ર્વિક સ્તરે પણ ૧૯૮૦થી આ મુવમેન્ટ ઝડપથી આજે મહદ અંશે તેના અધિકારો બાબતે કાર્ય થયું છે પણ હજી તેના માટે ઘણું કરવાની જરૂરિયાત છે.
આપણાં દેશમાં આજે પણ રૂઢીવાદી પરિવારમાં મહિલાઓને સ્વતંત્રતા નથી. પુરૂષોની જેમ તેને જીવન સાથી પસંદ કરવાનો અધિકાર નથી. તેમના પર થતાં અત્યાચારો, બાળ વિવાહ જેવી ઘણી સમસ્યાઓ આપણાં આસપાસ જોવા મળે છે. યુવતિઓને શું પહેરવું શું નહીં? આનો નિર્ણય પણ સમાજના કહેવાતા આગેવાનો લે છે દેશમાં કેટલાય સમાજમાં આજે પણ યુવતિઓ જીન્સ, ટોપ, ટીશર્ટ પહેરી શકતી નથી.
આપણાં જ પરિવારમાં પુત્રી કરતાં પુત્રનું વધુ ઘ્યાન રખાય છે. સંપતિની વાત આવે ત્યારે દિકરો જ આગળ આજે કેટલી છોકરીઓને હિસ્સો મળે છે. પરિવારમાં છોકરો ગમે ત્યારે ગમે ત્યાં બહાર ફરવા જાય તો મહિલાઓને બંધન હોય છે. આપણે હજી મહિલાઓને સમાનતાની તકોની વાતો કરીએ છીએ બાકી આ બાબતે ઘણું કામ કરવાની વાત કરી છે.
ર૧મી સદીમાં મહિલાઓને વિકાસ માટે ઘણી તકો અપાય છે મળી છે તેના કારણે ઘણી મહિલાઓ આગળ આવી છે પણ આંગણીના વેઢે ગણી શકાય તેટલો જ વિકાસ છે. નિયમો બનાવવાથી સર્વાગી વિકાસ તેમનો ન થઇ શકે તેના માટે સમાજ જાગૃતિ સાથે દેશનો એક એક નાગરીક આ બાબતે આગળ આવશે ત્યારે જ આપણે ને પરિણામો મળશે.
દેશ-દુનિયાની તમામ સ્ત્રીઓને તેમના સ્ત્રીત્વનો કે નારી તત્વનો અનુભવ કરાવવામાં આવે, ઇકવાલીટી કે આવા બીજા મહિલા દિવસની એક દિવસની ઉજવણીથી કશું થશે નહીં જો કે આજે મહિલાઓ જાગૃત થઇ છે તેના અધિકારો માટે તે ‘વન મેન આર્મી’ બનીને હકકો મેળવ્યા છે. નારી શકિત છે સ્ત્રી-સશકિત કરણ પરત્વે વિવિધ લાંબા ગાળાના આયોજનથી જ તે પુરૂષ સમોવડી બનશે. ઘર કામને પરિવારના કામને સંતાનોના ઉછેર સાથે દિવસ-રાત કાર્યોમાં રચી પચી રહેતી સ્ત્રી પોતાની જાતે નિર્ણય લેવા સક્ષ્મ છે.
આજે સ્ત્રીઓ ઉપર થતાં અત્યાચારો સામે કેટલા અવાજો ઉઠાવે છે કે આજે પણ પરિવારનો નજીકનો સભ્ય જ જાતીય સતામણી કરે છે. રૂઢીચુસ્ત પરિણામોમાં સ્ત્રી બોલી શકતી નથી. તેનું કોઇ સાંભળે પણ નહીં, અલાહ-સુચન પણ કરવા દેતા નથી. ત્યારે તેના માનવાધિકારોના રક્ષણની વાત કયાં આવે છે. આજે મહિલા સમાનતા દિવસે પુરૂષ પ્રધાન દેશમાં મહિલાઓને તેના હકકો મળે છે. એ કોઇ જોતું નથી. સ્ત્રી ઉપર બળાત્કાર, એસીડ એટેક જેવી ઘટનાઓ આપણી આસપાસ બને છે. ત્યારે તે બાબતે તેને સમાજનો સહયોગ કેટલો મળે છે? આ તમે જ વિચારો
હિલેરી કિલીન્ટન કહે છે કે ‘માનવાધિકાર મહિલા અધિકાર છે, અને મહિલા અધિકાર માનવ અધિકાર છે. પુરૂષો દ્વારા મહિલાઓને મારકુટ ઘરમાંથી બહાર કાઢી મુકવી જેવા બનાવો આજે પણ રોજબરોજ જોવા મળી રહ્યા છે. આપણા દેશમાં તો તેમને ઘણા બધા અધિકારો આપવામાં આવ્યા છે. છતાં પણ આજે તેમની ઇચ્છા મુજબ સ્વતંત્ર રીતે જીવી શકે છે? સમાજના દરેક વર્ગેઆ બાબતે સક્રિય કાર્ય કરવાની તાતી જરૂરીયાત છે.