શ્રાઘ્ધ પક્ષની શરૂઆત ભાદરવા સુદ પુનમને બુધવાર તા. ૨-૯-૨૦ થી થશે અને પુર્ણ ભાદરવા વદ અમાસને ગુરૂવાન તારીખ ૧૭/૮/૨૦ સુધી શ્રાઘ્ધ પક્ષ ચાલશે.
એકમ તિથિનું શ્રાઘ્ધ ભાદરવા સુદ પુનમને બુધવારે તા. ૨-૯-૨૦ ના દિવસે છે, બીજ તિથિનું શ્રાઘ્ધ ભાદરવા વદ એકમને ગુરૂવારે તા. ૩-૯-૨૦ ના દિવસે છે., તારીખ ૪-૯-૨૦ ને શુક્રવારે શ્રાઘ્ધ નથી., ત્રીજ તિથિનું શ્રાઘ્ધ ભાદરવા વદ ત્રીજને શનિવારે તા. ૫-૯-૨૦ ના દિવસે છે., ચોથ તિથિનું શ્રાઘ્ધ ભાદરવા વદ ચોથને રવિવાર તા. ૬-૯-૨૦ ના દિવસે છે., પાંચમ તિથિનું શ્રાઘ્ધ ભાદરવા વદ પાંચમને સોમવાર તા. ૭-૯-૨૦ ના દિવસે છે સાથે ભરણી નક્ષત્ર શ્રાઘ્ધનો દિવસ, છઠ્ઠ તિથિનું શ્રાઘ્ધ ભાદરવા વદ છઠ્ઠને મંગળવાર તા. ૮-૯-૨૦ ના દિવસે છે., સાતમ તિથિનું શ્રાઘ્ધ ભાદરવા વદ સાતમને બુધવારે તા. ૯-૯-૨૦ ના દિવસે છે., આઠમ તિથિનું શ્રાઘ્ધ ભાદરવા વદ આઠમને ગુરૂવારે તા. ૧૦-૯-૨૦ ના દિવસ છે., નોમ તિથિનું શ્રાઘ્ધ ભાદરવા વદ નોમને શુક્રવારે તા. ૧૧-૯-૨૦ ના દિવસે છે. સોભાગ્ય વતિ સ્ત્રીનું શ્રાઘ્ધ, દશમ તિથિનું શ્રાઘ્ધ ભાદરવા વદ દશમને શનિવારે તા. ૧૨-૯-૨૦ ના દિવસે છે., એકાદશી તિથિનું શ્રાઘ્ધ ભાદરવા વદ અગીયારસને રવિવાર તા. ૧૩-૯-૨૦ ના દિવસે છે ઇન્દિરા એકાદશી, બારસ તિથિનું શ્રાઘ્ધ ભાદરવા વદ બારશને સોમવાર તા. ૧૪-૯-૨૦ ના દિવસે સાથે સન્યાસિનું શ્રાઘ્ધ છે બાબા ભોળાનું શ્રાઘ્ધ, તેરસ તિથિનું શ્રાઘ્ધ ભાદરવા વદ તેરસને મંગળવારે તા. ૧૫-૯-૨૦ ના દિવસે છે., ચૌદશ તિથિનું શ્રાઘ્ધ ભાદરવા વદ ચૌદશ ને બુધવારે તા. ૧૬-૯-૨૦ ના દિવસે છે. સાથે શસ્ત્રોથી મૃત્યુ પામેલનું શ્રાઘ્ધ
અમાસ તથા પુનમ તિથિનું શ્રાઘ્ધ ભાદરવા વદ અમાસ ને ગુરૂવારે તા. ૧૭-૯-૨૦ ના દિવસે છે. સર્વપિતૃ અમાસ તથા સર્વપિતૃ શ્રાઘ્ધ અજ્ઞાન તિથિ શ્રાઘ્ધ, શ્રાઘ્ધમા નિયમ પ્રમાણે અપરાહન કાળનું મહત્વ હોય તે પ્રમાણે તિથિ લેવાય છે. આથી આ વર્ષે તારીખ ૪-૯-૨૦ ના શુક્રવારે કોઇપણ શ્રાઘ્ધ નથી.
ભરણી શ્રાઘ્ધ આ વર્ષે ભાદરવા વદ સાતમને સોમવાર તા. ૭-૯-૨૦ ના દિવસે છે જે વ્યકિત તિર્થ પણ પોતાના જીવનમાં નો કરી શકેલ હોય અને તેની પાછળ શ્રાઘ્ધ કરવામાં આવે તો શ્રાઘ્ધ કરનાર વ્યકિત અને જેની પાછળ શ્રાઘ્ધ કર્યુ હોય તેને પણ તિથિ યાત્રાનું ફળ મળે આ શ્રાઘ્ધ કહે છે જે ભરણી નક્ષત્રના દિવસે થાય છે.
માતા મહ શ્રાઘ્ધ (નાની માનુ શ્રાઘ્ધ) આસો સુદ એકમને શનિવાર તા. ૧૭-૧૦-૨૦ ના દિવસ છે.