રામનાથપરા, લલુડી વોકળો અને જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે મુલાકાત લઈ પરિસ્થિતિની માહિતી મેળવી
પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે ગઈકાલે સાંજે નિચાણવાળા વિસ્તારોની મુલાકાત લઈને ત્યાં થયેલી નુકશાનીનું નિરીક્ષણ કર્યું હતુ. સાથે તેઓએ સ્થાનિકોના હાલચાલ પૂછી સમગ્ર પરિસ્થિતિની માહિતી મેળવી હતી. રાજકોટ શહેરમાં બે દિવસથી મેઘરાજા અનરાધાર વરસતા ઠેર ઠેર પાણી ભરાયા હતા નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરક થઈ જતા તંત્ર દ્વારા બચાવ કામગીરી કરવામાં આવી હતી. ખાસ કરીને રામનાથપરા લલુડી વોકલા પાસેનો વિસ્તાર અને જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોમાંથી અનેક લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું હતુ આ વિસ્તારોમાં ઘરોમાં પાણી ઘુસતા ભારે નુકશાની થઈ હતી. જેને પગલે મ્યુ. કમિશ્નર ઉદીત અગ્રવાલ ફિલ્ડમાં ઉતર્યા હતા. ત્યારબાદ સાંજના સમયે પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ પણ ફિલ્ડમાં ઉતર્યા હતા. તેઓએ રામનાથપરા લલુડી વોકળો અને જંગલેશ્ર્વર સહિતના વિસ્તારોની મુલાકાત લઈ સ્થાનિકો પાસેથી માહિતી મેળવી હતી અને તેઓના ખબર અંતર પણ પૂછયા હતા.