૧૬.૩૦ લાખ પૈકી ૧૩.૮૫ લાખ ચૂકવી દીધા બાદ વધુ ૨૦ લાખ પડાવવા શખ્સે આચર્યુ કૃત્ય
જૂનાગઢના એક યુવકને વેપારમાં ખોટ જતા ૧૫ ટકા વ્યાજે લીધેલા રૂપિયાની મોટાભાગની રકમ ચૂકવી દીધા હોવા છતાં ધાકધમકી અને બળજબરી કરી વધુ પૈસા પડાવવા દુકાન તથા મકાનને તાળા મારીને બે મોટર સાયકલો પડાવી લઇ લીધાની પોલીસમાં ફરીયાદ નોંધાવા પામી છે.
જુનાગઢના મધુરમ બાયપાસ મામાદેવના મંદીરવાળી ગલી સદગુરૂ પાર્ક શ્યામ શિવમ એપાર્ટમેન્ટ બ્લોક નં ૨૦૩ માં રહેતા મનીષભાઇ નાથાલાલ પાલાને પોતાના ધંધામા ખોટ આવતા રૂપીયાની જરૂરીયાત પડતા જુનાગઢ ના ગીરનાર દરવાજા, છગનમામાની સોસાયટીમાં રહેતા ભાવેશ ઉર્ફે લખનભાઇ પાસેથી કટકે-કટેકે રૂ. ૧૬,૩૦,૦૦૦ માસીક ૧૫% વ્યાજ લેખે લિધેલ જે પેટે કટકે-કટેકે વ્યાજના રૂ. ૧૩,૮૫,૦૦૦ ચુકવી દિધેલા અને તા-૧૬/૦૮/૨૦૨૦ ના રોજ રૂ. ૪૫,૦૦૦/- વ્યાજના આપવાના હતા જેની સગવળ ફરીયાદીથી ન થતા તેમના માતાપીતા સાથે સુરત ખાતે જતા રહેલ અને ભાવેશ ઉર્ફે લખનભાઇ એ પાછળથી મનીષભાઇ પાલા ની દુકાનમા તાળુ માંરી દીધું હતું, બાદમાં મનીષભાઇ પાલા તથા તેના પિતા આરોપી પાસે આવતા આરોપીએ વ્યાજના તથા પેનલ્ટીના રૂ. ૯૦,૦૦૦ ની માંગણી કરતા જે પાસે ન હતા, ત્યારે મનીષભાઇની મો.સા. એકટીવા ગાડી તથા હિરો સ્પેન્ડર બળજબરીથી પડાવી લીધેલ અને ફરીયાદીના ઘરે બીજુ તાડુ મારી વધુ રૂ ૨૦,૦૦,૦૦૦ ની માંગણી કરી હતી. આ અંગે જૂનાગઢના વેપારીએ પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.