પીઓપીની મૂર્તિ અને ૯ ફુટથી વધુની ઉંચાઈની મૂર્તિ પર પ્રતિબંધ
હાલ શ્રાવણમાસમાં જન્માષ્ટમી ઉત્સવ બાદ આગાહી તહેવારમાં ‘ગણપતિ ઉત્સવ’ ઉજવવા માટે રાજકોટવાસીઓ દ્વારા તૈયારી શ‚ કરી દેવામાં આવશે. ત્યારે ગણપતિ ઉત્સવમાં પીઓપીની મૂર્તિના સ્થાને માટીની મૂર્તિ ઈકોફ્રેન્ડલી હોય તેના દ્વારા ઉજવણી કરવાની આવશ્યકતા છે. આ અંગે પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતે વિગતવાર ચર્ચા કરી હતી.ગણપતિની મૂર્તિ બાબતે તેઓએ જણાવ્યું હતું કે, વારંવાર કહેવાયું છે સુચનાઓ પણ અપાઈ છે કે માટીની મૂર્તિ યુઝ કરવી જોઈએ. મૂર્તિ ૯ ફુટથી વધુ ન હોવી જોઈએ. માટીની મૂર્તિ મોંઘી હોય છે પરંતુ આપણા પર્યાવરણમાં નુકસાન કરતી નથી. અમુક લોકો વધારે કમાવવા માટે પી.ઓ.પી. મૂર્તિ બનાવતા હોય છે. ૧૦૦ ટકા પ્રતિબંધિત છે વારંવાર અમે તેને મનાઈ કરીએ છીએ કારણકે પી.ઓ.પી.ની મૂર્તિ તરતી રહે છે નુકસાન કરે છે જેથી મૂર્તિ ખંડિત થવાના કારણ ધાર્મિક ભાવનાઓ દુખાય છે. આજે દશામાના વ્રતની પૂર્ણાહુતિ છે ત્યારે મહિલાઓ મૂર્તિ રાખે છે તે ઘરમાં રાખે તેથી તકલીફ નથી પડતી પરંતુ ગણપતિની જે પી.ઓ.પી.ની મૂર્તિ પાણીમાં પધરાવે છે ત્યારે તકલીફ પડે છે.તેમના પ્રમાણે લગભગ ૮૦ ટકા લોકો માટીની મૂર્તિ લેતા થઈ ગયા છે અમે ગયા વર્ષે પણ ચર્ચા કરી હતી. આ વખત પણ ચર્ચા થઈ છે.અમે માટીની મૂર્તિને પ્રોત્સાહન આપી રહ્યા છીએ. અમારા લોકો તરફથી ગયા વર્ષે જાહેરનામુ કરાયું હતું. આ વર્ષે પણ જાહેરનામું કરાયું છે. સારા વરસાદને લીધે વિસર્જનમાં તકલીફ નહી થાય નાની મૂર્તિ હોવી જોઈએ. ૯ ફુટથી નીચેની મૂર્તિ રાખો એવા બધાને આગ્રહ છે. અમારી પાસે હજી સમય છે માટે ચર્ચા કરી અને હજી જેઓ પી.ઓ.પી.ની મૂર્તિ વહેંચે છે. તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.