ફેસબૂક લાઇવનાં માધ્યમથી ૩૦૦૦ શિક્ષણવિદો તથા રીસર્ચ સ્કોલર્સ જોડાયા
ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢ, ઇંછઉઈ, ગુજરાત યુનિવર્સિટી, અમદાવાદ અને ચિલ્ડ્રન્સ યુનિવર્સિટી, ગાંધીનગરના સંયુક્ત ઉપક્રમે ઓનલાઈન ઙવ.ઉ. ભજ્ઞીતિયૂજ્ઞસિ નો ઉદઘાટન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ભક્તકવિ નરસિંહ મહેતા યુનિવર્સિટી, જૂનાગઢનાં કુલપતિ ડો.ચેતન ત્રિવેદી, ગુજરાત યુનિવર્સિટી અમદાવાદ નાં કુલપતી ડો. હિમાંશું પંડ્યા, ચિલ્ડ્રન્સ યુનિ.ગાંધીનગરનાં કુલપતિ હર્ષદભાઇ શાહ, અને યુ.જી.સી.એચ.આર.ડી.સી. ગુજરાત યુનિ.નાં ડો. જગદિશભાઇ જોષી હાજર રહ્યા હતા. તેમજ સંશોધનમાં રસ ધરાવતા ત્રણ હજાર લોકો જોડાયા હતા.
કુલપતિ ડો. ચેતનભાઇ ત્રિવેદીએ સમગ્ર કોર્ષવર્કની માહિતી આપતા જણાવેલ કે આવા પ્રકારનો કોર્ષ વર્ક કે જેમાં માતૃભાષા સજ્જનતા માટેનો પુરક અભ્યાસ (એડ ઓન કોર્ષ) તેમજ રીચર્સ એન્ડ પબ્લીકેશન એથીક્સનાં મોડ્યુલ્સનો પણ સમાવેશ કરવામાં આવેલ હોય તેવો કદાચ સમગ્ર દેશમાં આ પ્રથમ કોર્ષવર્ક હશે. તેમણે વધુમાં જણાવેલ કે સમગ્ર કોર્ષવર્ક વિદ્યાર્થીઓએ લેપટોપ, મોબાઇલ અથવા કોમ્પ્યુટર દ્વારા પોતાની અનુકુળતા પ્રમાણેનો સમય ઓનલાઇન અભ્યાસ માટે આપવાનો રહેશે. વિદ્યાર્થીઓનું કોર્ષવર્ક સમયસર પુરૂ થાય તે માટેનો આ નુતન અભિગમ છે.