મોહનનગર અને વૃંદાવનમાં જુગારધામ પર પોલીસ ત્રાટકી: ૪૦ હજાર રોકડ ઝડપાઇ
ગોંડલ મોહનનગર માં જુગાર રામાતો હોવાની બાતમીના આધારે સીટી પોલીસે દરોડા પાડી રુદ્ર રમેશભાઇ સીંદે ઉ.વ.૩૨ રહે. મોહનનગર-૨, મનોજ ચત્રભુજભાઇ શેઠીયા ઉ.વ.૫૦ રહે.વ્રુંદાવન-૫, કીરીટ ચત્રભુજભાઇ શેઠીયા ઉ.વ.૫૪ રહે.હાંઉસીગબોર્ડ, અલ્પાબેન કીરીટભાઇ શેઠીયા ઉ.વ.૩૮ રહે.હાંઉસીગબોર્ડ, લતાબેન ભરતભાઇ દુધરેજીય ઉ.વ.૫૩ રહે. વ્રુંદાવન-૩, હંસાબેન ખેંગાભાઇ મકવાણા ઉ.વ.૩૨ રહે.વુંદાવન -૧, હરશીદાબેન દિનેશભાઇ પોપટ ઉ.વ.૪૯ રહે.વુંદાવન -૧ ને રોકડા રૂ. ૨૬૦૩૦ સાથે ઝડપી લીધા હતા જ્યારે બીજા દરોડામાં જયશ્રીબેન વલ્લભભાઇ જોગેલ ઉ.વ.૩૬ રહે. વ્રુંદાવન, અંરવીદ પોલાભાઇ ઝાપડીયા ઉ.વ.૩૩ રહે.હરભોલે સોસાયટી, રુશીકેશ વિનોદભાઇ જાદવ ઉ.વ.૨૨ રહે.સહજાંનંદનગર, પોલાભાઈ રામભાઇ જાડેજા ઉ.વ.૪૨ રહે.ગ્રીન પાર્ક, નિલેશ કનુભાઇ મકવાણા ઉ.વ.૨૨ રહે.હરભોલે સોસાયટી, સુમીતાબેન રમેશભાઇ કથીરીયા ઉ.વ.૪૩ રહે.હરભોલે સોસાયટી વાળાઓ ને રોકડ રૂ. ૧૩૦૦૦ સાથે ઝડપી લઈ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે બન્ને જુગારધામ પર દરોડા પાડી ચાર મહિલા સહિત ૧૩ શકુનીઓને ઝડપી રૂ. ૪૦ હજારની રોકડ કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.