૭૪ પ્રિમાઇસીસમાં મચ્છર ઉત્પતિ સબબ તપાસ પૈકી ૫૧ સ્થળોએ નોટીસ તથા રૂ.૪૨૦૫૦ની વસુલાત

દર વર્ષે ચોમાસા દરમ્યાન મચ્છરજન્ય રોગો જેવા કે ડેન્ગ્યુ, ચીકનગુનિયા અને મેલેરિયાનું પ્રમાણ ખૂબ જ વધી જાય છે. ખાસ કરીને ડેન્ગ્યુ ફેલાવતા એડીસ ઇજીપ્તી તદ્દન ઓછા પ્રમાણમાં પાણીનો જથ્થો ધરાવતા કોઇપણ પ્રકારના માનવસર્જિત કન્ટેનરો કે સ્ટોરેજ કન્ટેનરોમાં ઈંડા મૂકી મચ્છર ઉત્પતિ વધારતા હોય છે. મચ્છરજન્ય રોગોને નિયંત્રિત કરવા માટે કમિશનર ઉદિત અગ્રવાલની સુચના અન્વ/યે શહેરી વિસ્તારમાં રહેણાંક મકાન, દુકાન, એપાર્ટમેન્ટ, કોર્મશિયલ કોમ્પલેકસ, ઔધોગિક એકમો, વ્યાપાર ધંધાના સ્થળ તેમજ રહેણાંક મકાનની આસપાસના વિસ્તારોમાં મચ્છરોના ઉત્પતિ સ્થાને જોવા મળશે તો જગ્યાના માલિક કે ભોગવટો કરનાર કે જવાબદાર આસામી સીધી રીતે જવાબદાર ગણાશે. જેની વિરૂદ્ધ મચ્છર ઉત્પતિ સબબ જરૂરી કાર્યવાહી કરવામાં આવશે.

આ કામગીરી સબબ તા.૨૦ અને તા.૨૧ દરમ્યારન બાંઘકામ સહિત ૭૪  પ્રિમાઇસીસોમાં મચ્છર ઉત્૫તિ સબબ ચેકીંગ કામગીરી કરવામાં આવી હતી.

આ કામગીરી હેઠળ ૫૧ પ્રિમાઇસીસમાં મચ્છરના પોરા મળી આવતા અવા મચ્છર ઉત્પતિ થાય તેવી બેદરકારી જોવા મળતા નોટીસ / વહિવટી ચાર્જ વસુલાતની કામગીરી કરવામાં આવી હતી.

એડીસ મચ્છર દ્વારા ફેલાતા ડેન્ગ્યુ  રોગથી બચવા ઘરોમાં પાણી ભરેલાં દરેક પાત્રોને હવાચુસ્ત ઢાંકણી ઢાંકીને રાખવા. ઘરોમાં પાણી ભરેલાં દરેક પાત્રોને દર અઠવાડિયે એક વખત ખાલી કરીને, અંદરની સપાટીને ઘસીને સાફ કરીને, તડકે સૂકવી, ફરીથી ભરો. વરસાદી પાણી ભરાઇ શકે તેવા અગાસી પર પડેલા ભંગારનો નિકાલ કરો. નળની કુંડીને પાણી ગયા બાદ ખાલી કરીને કપડાંથી અચૂક સાફ કરો. પશુઓને પાણી પીવાની કુંડી, અવેડા દર અઠવાડિયે નિયમિત ખાલી કરી ઘસીને સાફ કરીએ. ફ્રિજની ટ્રે, માટલા, કુલર, ફુલદાની, પક્ષીકુંજ વગેરેનું પાણી નિયમિત ખાલી કરી, ધસીને સાફ કરીએ.  ડેન્યુથી  મચ્છાર દિવસે કરડતો હોવાથી દિવસ દરમ્યાકન પુરૂ શરીર ઢંકાય તેવા ક૫ડાં ૫હેરવા વગેરે જેવી સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની એક યાદીમાં જણાવાયુ છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.