ગુજરાતના અતિ પ્રાચીન મંદિર અંબાજી ખાતે દર વર્ષે ભાદરવી પુનમનો મેળો ભરાઇ છે. જે આ વર્ષે પ્રથમ વખત કોરોના મહામારીને કારણે બંધ રહેશે.
આશરે ૩૦૦ વર્ષના ઇતિહાસમાં પ્રથમ વખત બનાસકાંઠામાં આવેલા અંબાજીના મંદિરે અંબાજીનો ભારદવી પુનમનો મેળો આ વર્ષે બંધ રહેવા પામશે.
અંબાજી ખાતે ભરાતા ભાદરવી પુનમના મેળામાં દર વર્ષે આશરે ૧પ લાખથી વધુ ભકતો દર્શનાર્થે આવતા હોય છે. તો રાજયના ઠેક-ઠેકાણેથી ઘણા શ્રઘ્ધાળુઓ પગપાળા માઁના દ્વારે પધારતા હોય છે. ત્યારે આ વર્ષે કોરોના મહામારીને કારણે મેળો બંધ રહેતા ‘બોલ માડી અંબે જય જય અંબે….’ નો નાદ ગુંજશે નહિ. અંબાજી ભાદરવી પુનમના મેળાની લગભગ ત્રણથી ચાર મહિના પૂર્વે તૈયારીઓ થવા લાગે છે. ત્યારે લોકોના હિતાર્થે તેમજ માનવ મહેરામણ ન ઉમટે તેને ઘ્યાને લઇ આ વર્ષે પ્રથમ વખત ભાદરવી પુનમનો મેળો બંધ રહેવા પામશે.