દીવ જિલ્લામાં ફિશિંગ ની સિઝન ચાલુ થવામાં હોય દીવ જિલ્લામાં ગુજરાત મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાંથી ખલાસીઓ કામ માટે દીવ આવતા હોય છે જેમાં મહારાષ્ટ્ર તેમજ અન્ય રાજ્યોમાંથી આવતા ખલાસીઓને દીવ માં પ્રવેશવાની મંજૂરી માટે સામાજિક અને રાજકીય આગેવાનો દ્વારા વારંવાર આ બાબતે પ્રશાસક સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી.
જે સંદર્ભે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ બિપીનભાઈ શાહએ પણ સંઘપ્રદેશના પ્રશાસક પ્રફુલ ભાઈ પટેલ ને આ બાબતે લેખિત રજૂઆત કરી હતી. જેનો પ્રફુલભાઇ પટેલ એ તત્કાલ ધોરણે હલ કરી આપેલ છે જેથી કરીને દીવ જિલ્લાના ફિશરમેન ભાઈઓ મા ખુશીની લાગણી પ્રસરી છે. આ સંદર્ભે દીવ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ હૃદય પૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો તેમજ જિલ્લાના વિકાસ ના બે મહત્વના વ્યવસાય જેમકે ટુરિઝમ અને ફિશિંગ ઉદ્યોગને લગતા ડિજિટલ સબસીડી હોય કે અન્ય માછીમારોની સમસ્યાઓ હોય પ્રશાસક દ્વારા તત્કાલ ધોરણે તેનું નિરાકરણ કરવામાં આવે છે તથા દીવના અર્થતંત્ર તેમજ વિકાસ ને સદ્ધરતા આપવા બદલ તેમને પ્રશાસક પ્રફુલભાઈ પટેલ નો આભાર વ્યક્ત કર્યો હતો.