આજે સવંત્સરીના પાવન પ્રસંગે તમામ જૈન ભાઈઓ – બહેનોને તથા સર્વેને મન, વચન અને કર્મથી મિચ્છામી દુક્કડમ તેમજ રિધ્ધી સિધ્ધિના દાતા ભગવાન ગણેશ ચતુર્થી પ્રસંગે સૌ શહેરીજનોને મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્વિનભાઈ મોલિયા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન ઉદયભાઇ કાનગડ, શાસક પક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, શાસક પક્ષ દંડક અજયભાઈ પરમાર શુભેચ્છા પાઠવી હતી.
સવંતસરી મહાપર્વ આજના દિવસે પરસ્પરના વિરોધ, મનદુ:ખ વિસરી જઇ ક્ષમાપન કરવામાં આવે છે.
ક્ષમાપની જીવનમાં એક નવો સંચાર પેદા થાય છે. તેમજ આજરોજ રિધ્ધી સિધ્ધિના દાતા અને વિઘ્નહર્તા ભગવાન ગણેશ ચતુર્થીએ હાલમાં ચાલી રહેલ કોરોના મહામારીનો વિનાશ થાય તેવી ભગવાન મહાવીર અને ગણપતિ મહારાજને પ્રાર્થના.
કોરોના મહામારીના કારણે આપણે જાહેરમાં તહેવારો ઉજવી શકતા નથી. પરંતુ ઘરમાં જ રહી પૂજા અર્ચના કરીએ. કોરોનાના સંક્રમણી બચવા સતર્ક રહીએ. તેમ અંતમાં જણાવેલ હતું.